આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી:જામનગર શહેરની મહિલા આઇટીઆઇની 170 તાલીમાર્થી બહેનોએ વિિવધ સ્પર્ધામાં ભાગ લીધો

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિત્ર, નિબંધ, વકતૃત્વ, મહેંદી તથા રંગોળી સ્પર્ધા યોજાઇ

જામનગર મહિલા આઇટીઆઇ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ ભુજના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જામનગર મહિલા આઇટીઆઇની 170 તાલીમાર્થીનીઓએ વિવધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જામનગર મહિલા આઇટીઆઇ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ ભુજના ઉપક્રમે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જામનગર મહિલા ખાતે તાલીમ લઈ રહેલ 280 માંથી 170 તાલીમાર્થીનીઓએ 5 પ્રકારની વિવધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં શહેરના સીડીએચઓ ભારતીબેન ધોળકિયા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ગાયનેક હેડ ડો. શિલ્પાબેન, દહેજ પ્રોહિબિશન ઓફિસર સોનલબેન મહેતા, જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાં, જામનગર આઇટીઆઇના નોડલ ઓફિસર એમ. એમ. બોચિયા, કારકિર્દી માર્ગદર્શન માટે જયેશભાઈ વાઘેલા, એસબીઆઇબેક મેનેજર પિયુષભાઈ ભટ્ટ, એક્સ્ટ્રુઝનમાંથી, મિલનભાઈ ત્રિવેદી, જામનગર સિટી મહિલા આઇટીઆઇના આચાર્ય જીગ્નેશકુમાર વસોયા તેમજ એફઓબી ભુજ માંથી કે. આર. મહેશ્વરી વિગેરે મહેમાનોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીનીઓને ભારતની આઝાદી સમયના લડવૈયાઓની ઝાંખી કરાવી, કોરોના અવરનેસ તેમજ કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ તેમજ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામોની પ્રોસાહિત કરાયા.

અન્ય સમાચારો પણ છે...