જામનગરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને મનપાની ફુડશાખા દ્વારા કાલાવડ નાકા બહાર ફખરી ફાલુદા સેન્ટરમાંથી ગુલાબ ફાલુદો, અમરદીપ એજન્સીમાંથી આઇસક્રીમ, કોહીનુર ડેરીમાંથી મિકસ દૂધ, એ-વન આઇસક્રીમમાંથી આઇસક્રીમ, ફ્રેશકુલ આઇસક્રીમમાંથી ફાલુદો, લીમડાલાઇન રાજલક્ષ્મી બેકર્સમાંથી ગાર્લિક બ્રેડ, પટેલ કોલોનીમાં સમોસા હબમાંથી સમોસા, ત્રણ દરવાજા પાસે ભેરૂનાથ દુકાનમાંથી આઇસક્રીમના નમૂના લેવામાં આવ્યા હતાં.
તદઉપરાંત શહેરમાં શાક માર્કેટ, સટ્ટાબજાર, મોચી શાળનો ઢાળિયા વિસ્તારમાં કેરીના વિક્રેતા યુસુફ મામદ બજરિયા, જાવેદ ગજાજ, યુનુસ ગોળવાલા, હારૂનભાઇ સેરાવારા, હસન લશ્કરી, ગીતા ફ્રુટ, બસીર સેરાવારા, સલીમ મીરચી, યુસુફ એચ.એન, યુસુન ડાલુ, સકીલ હોલીને ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં યુનુસ મામદ બજરિયાના કેરીના ગોડાઉનમાં 5 કીલો કેરી, યુસુફ લાલપરિયાના ગોડાઉનમાં 7 કીલો, મહમદ મેમણના ગોડાઉનમાં 5 કીલો કેરી કાર્બાઇડયુકત જણાતા સ્થળ પર નાશ કરાયો હતો.
પટેલ કોલોનીમાં સમોસા હબ અંગે મળેલી ઓનલાઇન ફરિયાદના અનુસંધાને ચેકીંગ કરતા 1 કીલો નુડલ્સ અને 3 કીલો આટો વાસી અને અખાધ મળી આવતા સ્થળ પર નાશ કરાયો હતો. સાથે સાથે રસોડામાં સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી.
આ 27 હોટલ-રેસ્ટોરન્ટને રસોડામાં સ્વચ્છતા જાળવવા, વાસી ખોરાક ન રાખવા નોટીસ
હોટલ-રેસ્ટોરન્ટ | વિસ્તાર |
સમોસા હબ | પટેલ કોલોની |
રામ ડેરી આઇસક્રીમ | ત્રણબતી |
કલ્પના હોટલ | ત્રણબતી |
હોટલ કલાતીત | ત્રણબતી |
વિશ્નુ હલવા હાઉસ | ડીએસપી બંગલા સામે |
મદ્રાસ હોટલ | ત્રણબતી |
ખોડિયાર હોટલ | ત્રણબતી |
ટેસ્ટ એન્ડ ટેલ | ત્રણબતી |
જલારામ ડાઇનીંગ હોલ | ગોકુલનગર |
ઢોસા હાઉસ | ઇન્દીરા માર્ગ |
શીતલ રેસ્ટોરન્ટ | ઇન્દીરા માર્ગ |
રિધ્ધિ સિધ્ધિ ગાર્ડન રેસ્ટોરન્ટ | હરિયા કોલેજ રોડ |
બ્લેક પેપર રેસ્ટોરન્ટ | હરિયા કોલેજ રોડ |
આતિથ્ય રેસ્ટોરન્ટ | વાલકેશ્વરી નગરી |
ઝાયકા રેસ્ટોરન્ટ | પટેલ કોલોની |
શકિત સેન્ડવીચ શોપ | પટેલ કોલોની |
જીજે-10 બિસ્ટ્રો | પટેલ કોલોની |
સીએફએમ રેસ્ટોરન્ટ | જનતા ફાટક |
મસાલા દરબાર | ગુરૂદ્રારા ચોકડી |
હોટલ સેલીબ્રેશન | ગુરૂદ્વારા રોડ |
ઝમ ઝમ રેસ્ટોરન્ટ | ત્રણબતી |
રામડેરી રેસ્ટોરન્ટ | ત્રણબતી |
ભાગ્યોદય રાજપૂતાના લોજ | ત્રણબતી |
બ્રાહ્મણીયા રેસ્ટોરન્ટ | અનુપમ ટોકીઝ સામે |
લક્ષ્મી હોટલ અને નાસ્તા ભુવન | ત્રણબતી |
ગોર ફરસાણ | અનુપમ ટોકીઝ સામે |
કાફે પેરેડાઇઝ | બેડી ગેઇટ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.