કાર્યવાહી:વીજબીલ ન ભરનારા 1665 આસામીના જોડાણ રદ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિનામાં રૂા. 5.57 કરોડની વસુલાત કરવામાં આવી

જામનગર પીજીવીસીએલ દ્વારા માર્ચ એન્ડિંગને અનુલક્ષીને બાકી વીજબીલની વસૂલાત માટે કડક રિકવરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 1 મહિનામાં રૂ.5.57 કરોડની વસુલાત કરવામાં આવી છે. રૂ.2.70 કરોડના વીજબીલ ન ભરવા બદલ કુલ 1665ના ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. જામનગરના પીજીવીસીએલ દ્વારા 31 માર્ચ અનુલક્ષીને બાકી વીજબીલની કડક વસુલાત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત હાલારમાં બાકી વીજબીલના નાણાની વસુલાત કરવા અને જોડાણ કાપવા માટે પીજીવીસીએલ દ્વારા 150 થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

23 જાન્યુઆરીની સ્થિતિએ કુલ 100308 ગ્રાહકોના રૂ.43.58 ભરવાના બાકી હતા. ફેબ્રુઆરી સુધીમાં 16681 ગ્રાહકો પાસેથી રૂ. 5.57 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જયારે રૂ.2.70 કરોડના વીજબીલ ન ભરનારા કુલ 1665 ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. ગ્રાહકોને વીજબીલ ભરવામાં અગવડતા ન પડે તે માટે જાહેર રજાના દિવસોમાં પણ તમામ પેટા વિભાગ હેઠળ કચેરીના કેસ કલેક્શન સેન્ટર માર્ચ દરમ્યાન ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...