તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખળભળાટ:જામનગરના બિલ્ડર-પેઢી સંચાલક સહિતનાએ 1.66 કરોડની જમીન પડાવી

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • દરેડ બાદ શહેરમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ વધુ એક ગુનો નોંધાયો
 • નાગેશ્વરનગર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરી કૌભાંડ ઘડી કાઢ્યું

જામનગરમાં દરેડ પંથક બાદ શહેરમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ વધુ એક ગુનો દાખલ થતા ભારે ખળભળાટ મચી ગયો છે.જામનગરના એક ખેડુતની રૂ.1.66 કરોડની ખેતીની જમીનનો ગેરકાયદે વેચાણ કરાર ઉભો કરી તેના પ્લોટો પાડી જમીન પચાવી પાડવાનો કારસો રચવા અંગે એક બિલ્ડર અને પેઢીના સંચાલક સહિતના સામે ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

જામનગરમાં હવાઇ ચોક નજીક સેતાવાડ વિસ્તારમાં રહેતા ઇકબાલ અલ્લારખાભાઇ શેખ નામના ખેડુત આઘેડએ પોતાના પિતાની ગોકુલનગર નજીક રડાર રોડ વિસ્તારમાં આવેલી ખેતીની જમીનનો ગેરકાયદે વેચાણ કરાર ઉભો કરી કબજો કરી લઇ પ્લોટીંગના નકશો બનાવી તેના કબજા ભોગવટા વાળી જમીનને પણ આવરી લઇ કબજા વગરના વેચાણ કરારથી વેંચાણ કરી નાખવાના કારસા અંગે સીટી સી પોલીસમાં બિલ્ડર રાણશીભાઇ કરશનભાઇ રાજાણી ઉપરાંત નરશીભાઇ ગોપાલભાઇ કાલસરીયા, હરેશ લક્ષ્મીદાસ પારેખ અને નાગેશ્વર નગર નોન ટ્રેડીંગ કોર્પોરેટશનના હોદેદારો સહિતના સામે ફરીયાદ નોંધાવી છે.

પોલીસે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ભોગગ્રસ્ત ખેડુતના પિતાની સર્વે ન્ં. 1323 પૈકી-1 6એકર 34 ગુંઠા લગભગ રૂ.1,66,32,594ની કિંમતની ખેતીની જમીન આવેલી છે જે જમીનના આરોપી રાણશીભાઇ અને નરશીભાઇએ પચાવી પાડવા કિશોરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મરણજનાર નકા મૈયા ચારણના નામનો દસ્તાવેજ કરાવેલો હતો. જે જમીનનુ આરોપી હરેશ પારેખના નામનુ કુલમુખત્યારનામુ કરી આપી તેના મારફતે નાગેશ્વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્થા ઉભી કરીને ભોગગ્રસ્ત ખેડુતના પિતાના કબજાની જમીનનો પણ ગેરકાયદે વેચાણ કરાર ઉભો કરી કબજો કરી લીઘો હતો.

જે જમીન ટ્રેડીંગ કોર્પોરેશનના કર્તા હર્તાઓએ બીન ખેતી કરાવ્યા વગર પ્લોટીંગનો નકશો બનાવી તેમાં ભોગગ્રસ્તની જમીનને પણ આવરી લઇ તેના પ્લોટીંગ કબજા વગરના વેચાણ કરારથી વેચાણ કરી નાખ્યુ હોવાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ સંદર્ભે બંને પક્ષો વચ્ચે કોર્ટમાં કાર્યવાહી પણ ચાલી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો