રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો:જામનગરમાં 1 મહિનામાં તાવના 16,381 કેસ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારણ-બેવડી ઋતુ અને રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો
  • ઓગસ્ટ મહિનાના 5 દિવસમાં શહેરમાં તાવના 1,007 કેસ નોંધાયા: ગત વર્ષ કરતા જુલાઇ મહિનામાં 2,570 તાવના વધુ કેસ

જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય વાયરલ રોગચાળાએ ભરડો લીધો છે. એક મહિનામાં શહેરમાં તાવના 16381 કેસ નોંધાયા છે. શહેરમાં ઘેર-ઘેર તાવ, શરદી, ઉઘરસના કેસ જોવા મળી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓગષ્ટ મહિનાના 5 દિવસમાં શહેરમાં તાવના 1007 કેસ નોંધાયા છે. ગત વર્ષ કરતા જુલાઇ મહિનામાં 2570 તાવના વધુ કેસ નોંધાયા છે. આથી મહાપાલિકાની આરોગ્યલક્ષી કામગીરી સામે સવાલ ઉઠયા છે.

જામનગરમાં ચોમાસામાં વાયરલ રોગચાળાએ ભરડો લીધો છે. જેના કારણે, ઘરે ઘરે તાવ, શરદી, ઉધરસના બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. આથી શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જી.જી. હોસ્પિટલમાં કેસબારી, દવાબારી અને ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. આથી કલાકો સુધી દર્દીઓને લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ બીમારીનું પ્રમાણ વધતા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

8 મહિનામાં તાવના 1,18,025, મેલેરિયાના 95, ડેન્ગ્યુના 12 કેસ
જામનગર જિલ્લામાં વાયરલ રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. વર્ષ-2021 માં જાન્યુઆરીથી ઓગષ્ટ એટલે કે 8 મહિનામાં મેલેરિયાના 113, ડેન્ગ્યુના 8 અને તાવના 112050 કેસ નોંધાયા હતાં. જેની સામે વર્ષ-2022 માં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તાવના 118025, ડેન્ગ્યુના 12 અને મેલેરિયાના 95 કેસ નોંધાયા છે.

વાયરલ રોગચાળાના વધારા પાછળ મિશ્ર ઋતુ અને નાગરિકોની નબળી પાચનશકિત પણ કારણભૂત
ચોમાસાની ઋતુમાં વરસાદ હોય ત્યારે ઠંડી અને ન હોય ત્યારે બફારાના કારણે બેવડી ઋતુના કારણે વાયરલ રોગચાળાનું પ્રમાણ વધે છે. તદઉપરાંત આ સીઝનમાં રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો અને પાચનશકિત નબળી પડતા પણ રોગચાળાનું પ્રમાણ વધે છે. વાયરલ રોગચાળાથી બચવા સાત્વીક ખોરાક લેવો જોઇએ. ખુલ્લો અને વાસી ખોરાક તથા વધુ પાકેલા ફળ ન ખાવા જોઇએ.> ડો.ડી.આર.પંચાલ, મેલેરિયા ઓફીસર, જામનગર મહાનગરપાલિકા.

જી.જી.માં મેલેરિયાના કેસ ઘટ્યા, ડેન્ગ્યુના બમણા થયા
જામનગર શહેરમાં વર્ષ-2021 માં જાન્યુઆરીથી ઓગષ્ટ એટલે કે 8 મહિનામાં મેલેરિયાના 30 કેસ નોંધાયા હતાં. વર્ષ-2022માં 12 કેસ નોંધાયા છે. જેની સામે વર્ષ-2021માં ડેન્ગ્યુના 29 કેસની સામે વર્ષ-2022 માં 60 એટલે કે બમણા કેસ નોંધાયા છે. જયારે બંને વર્ષમાં 8 મહિનામાં ચિકિનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નાંેધાયેલા કેસ
મહિનો20212022
જાન્યુઆરી124728130
ફ્રેબુઆરી121538492
માર્ચ119128157
એપ્રિલ926110470
મે112649941
જૂન1009610967
જુલાઇ1426116831
ઓગષ્ટ126351007 (5 દિ)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...