મતદાન:બ્રેઇલ વોટર સ્લીપથી 1635 પ્રજ્ઞાચક્ષુ મતદાન કરશે

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કયા પક્ષના કયા ઉમેદવારનો કયો ક્રમ સહિતની વિગત

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે હાલારમાં આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાતા જ્યારે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે જાય તે પહેલા તેને વોટર સ્લીપ આપવામાં આવે છે. સામાન્ય મતદારોની સાથે સાથે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોનું પણ વિશેષ ધ્યાન રાખીને તેમના માટે બ્રેઇલ યુનિવર્સલ વોટર સ્લીપ તૈયાર કરાવડાવી છે. જેના માધ્યમથી તેઓ મતદાન વધુ સરળ રીતે કરી શકશે. આ સ્લીપના માધ્યમથી તેઓ પોતાની મતદાન સ્લીપ વાંચી અને મતદાન મથક વિશે જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત આ સ્લીપમાં કયા પક્ષના કયા ઉમેદવાર મેદાનમાં છે અને તેમનો ક્રમ કયો છે તેની માહિતી બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ થશે.

કઈ બેઠક પર કેટલા પ્રજ્ઞાચક્ષુ
બેઠક સંખ્યા
76 કાલાવડ 229
77 જામનગર ગ્રામ્ય 276
78 જામનગર ઉત્તર 486
79 જામનગર દક્ષિણ 310
80 જામજોધપુર 334

કચ્છમાં વોટર સ્લીપ બની
વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી વખતે કચ્છ સહિત ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ મતદાર માટેની બ્રેઇલ યુનિવર્સલ વોટર સ્લીપ બનાવાઈ હતી. આ વોટર સ્લીપ કચ્છના માધાપરમાં આવેલા નવચેતન અંધજન મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...