આસ્થા:દ્વારકા ફૂલડોલ ઉત્સવના દર્શન માટે પદયાત્રીનો પ્રવાહ શરૂ, અમદાવાદથી 160 લોકો નીકળ્યા

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી દ્વારકા પદયાત્રીનો નિકળેલો સંઘ 15 દિવસ પછી યાત્રાધામ પહોંચશે

દ્વારકામાં હોળી-ધૂળેટીના ઉજવતા ફૂલડોલ ઉત્સવનો અનેરો મહિમા છે. જેના દર્શન માટે પદયાત્રા કરી ભાવિકો આવે છે. હવે ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી હોય પદયાત્રીઓ દ્રારકા જવા રવાના થયા છે. અમદાવાદથી 160 લોકોનો પદયાત્રી સંઘ પગપાળા દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. આ સંઘ 15 દિવસ પછી યાત્રાધામ દ્રારકા પહોંચશે.

યાત્રાધામ દ્વારકામાં હોળી-ધુળેટીના પર્વમાં જગતમંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવના દર્શન માટે દૂર-દૂરથી ભાવિકો પગપાળા દ્વારકા આવે છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવતી હોય પદયાત્રીઓની સેવા માટે સામાજીક સંસ્થાઓ, સેવાભાવીઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને અન્ય શહેરમાંથી ભાવિકો પગપાળા દ્વારકા પહોંચે છે. અમદાવાદથી 160 લોકોનો પદયાત્રી સંઘ દ્વારકા જવા નિકળ્યો છે. જે આગામી 15 દિવસમાં દ્વારકા પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...