અપહરણ:જામનગરના દરેડ GIDCમાં 16 વર્ષીય સગીરાનુ અપહરણ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહ્યત સગીરા અને અપહરણકારના સગડ મેળવવા માટે કવાયત
  • ઉતરપ્રદેશનો મુળ વતની પરપ્રાંતિય શખ્સ ભગાડી ગયાની ફરીયાદ

દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી પરપ્રાંતિય સગીરાને મુળ ઉતરપ્રદેશના જાલોનનો વતની પરપ્રાંતિય શખસ લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ નોંધાઇ છે.દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા પરીવારની સોળ વર્ષીય સગીર વયની પુત્રી લાપતા બની હતી.જે શોધખોળના અંતે મળી આવી ન હતી. જે દરમિયાન ભોગગ્રસ્તના પરીવારને તેના નજીકના વિસ્તારમાં રહેતો અને સગીરા સાથે સંપર્કમાં રહેલો સંજય ઉદયવીર ઉર્ફે પપ્પુભાઇ જાટવ નામનો શખસ લલચાવી ફોસલાવી લગ્ન કે બદકામના ઇરાદે અપહરણી કરી લઇ ગયાનુ ધ્યાને આવ્યુ હતુ.

આ બનાવમાં ભોગગ્રસ્તના પરીજનની ફરીયાદ પરથી પોલીસે સંજય જાટવ(રે.જોગરાજપુરાગામ, તા.માધવગઢ, જી.જાલોન,ઉતરપ્રદેશ) સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી અપહ્યત સગીરા અને અપહરણકારના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.પોલીસે આરોપીને સકંજામાં લેવા માટે ઉતરપ્રદેશ સુધી તપાસનો દૌર લંબાવશે.

અન્ય સમાચારો પણ છે...