રજૂઆત:જામનગર જિલ્લા પંચાયતમાં મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરની 16 જગ્યા ખાલી

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેકનીકલ સ્ટાફના અભાવે મુશ્કેલી, અન્ય કર્મી. પર કામનું ભારણ, કામ સમયસર થતાં નથી
  • રસ્તા, બ્રીજ સહિતના વિકાસલક્ષી કામોમાં ગુણવતા જળવાતી ન હોવાનાે આક્ષેપ

જામનગર જિલ્લા પંચાયતમાં મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરની 16 જગ્યા ખાલી હોય ટેકનીકલ સ્ટાફના અભાવે મુશ્કેલી પડી રહી છે તો કામ સમયસર થતાં નથી. અપૂરતા સ્ટાફથી રસ્તા, બ્રીજ સહિતના વિકાસલક્ષી કામની ગુણવતા જળવાતી નથી તેવી રજૂઆત માર્ગ મકાન મંત્રીને કરવામાં આવી છે.

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારાએ માર્ગ મકાન મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતમાં 2 મદદનીશ ઇજનેર અને 16 અધિક મદદનીશ ઇજનેરની જગ્યા ખાલી છે. આથી કામગીરી કરવામાં ખૂબજ મુશકેલી પડી રહી છે. રોડ, રસ્તા, બ્રીજ જેવા વિકાસલક્ષી કામોની ગુણવતા જળવાતી નથી.

તમામ કામની દેખરેખ રાખવામાં અને કામમાં રૂબરૂ મુલાકાત કરવામાં મુશ્કેલી પડતી હોય તેની અસર કામની ગુણવતા ઉપર પડે છે. જિલ્લામાં સરકાર દ્વારા ગ્રામ્ય રસ્તાઓ મંજૂર કરી અંદાજે 98 કરોડના જોબ નંબર આવ્યા છે. જે કામના એસ્ટીમેટ બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. જિલ્લાના ગ્રામ્ય રસ્તાઓનાં કામ માટે ટેન્ડર મંજૂર થઇને આવેલા તેના આશરે 26 કરોડના વર્કઓર્ડર આપવામાં આવ્યા છે. પરંતુ મેઇનપાવરની ઘટના કારણે કામ સમયસર થતા નથી.

125 માંથી ફકત 7 વર્ક આસીસ્ટન્ટ ફરજ બજાવે છે
વર્ક આસીસ્ટન્ટની 125 જગ્યા ભરેલી હતી. પરંતુ હાલમાં ફકત 7 વર્ક આસીસ્ટન્ટ ફરજ ઉપર છે. સરકાર દ્વારા વર્ક આસીસ્ટન્ટની જગ્યા નિવૃતિ બાદ રદ કરવામાં આવી હોય તાત્કાલીક અસરથી 8 થી 10 વર્ક આસીસ્ટન્ટ જગ્યા ભરવા જરૂરી મંજૂરી મળવા તથા મદદનીશ અને અધિક મદદનીશ ઇજનેરની ખાલી જગ્યા ભરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...