કાર્યવાહી:જામનગર શહેર-જિલ્લામાં જુગાર રમતા 16 શખસો ઝડપાયા

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિ.પ્લોટમાં આઇપીએલ પર જુગાર રમાડતો શખસ ઝબ્બે, 4 ફરાર થયા

જામનગર શહેર-જિલ્લામાં જુગાર રમતા 16 શખસોને પોલીસે 92 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડયા છે. જામનગર શહેરના દિ.પ્લોટ-58માં જલેશ્વરી ભંડાર પાસે લખનઉ સુપર જાયન્ટસ અને કોલકતા નાઇટ રાઇડર વચ્ચે રમાતી આઇપીએલ 20-20 મેચમાં લાઇવ પ્રસાર નિહાળી ફોનથી મેચના સેસન્સ મુજબ હારજીતના સોદા કરી રહેલા પ્રકાશ દેવજીભાઇ ભદ્રાને પોલીસે પકડી તેની પાસેથી રોકડ રૂા. 4200, એક મોબાઇલ મળી રૂા. 7200નો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે શંકરભાઇ હાર્દિક ઉર્ફે મુન્નું, ભરત અને અશોક ઉર્ફે પમ્પી નામના ગ્રાહકોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

લાલપુર તાલુકાના લોઢીયા ગામના પાટિયા પાસે આવેલા હિંગળાજ હોટલની પાછળ ઢોળાવાળી સીમ વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા રામભાઇ રમણમલભાઇ મોઢવાડીયા, જીતેન્દ્રસિંહ મોહબતસિંહ જાડેજા, ભરત રમણલભાઇ મોઢવાડીયા, કાન્તીભાઇ મોહનભાઇ સંભાયા, મુકેશભાઇ ભવાનભાઇ સંભાયા, રવિન્દ્રસિંહ જગતસિંહ જાડેજા, પ્રભાબેન રમેશભાઇ પરમાર અને હિનાબેન નટુભાઇ ચાવડાને પોલીસે રૂા. 26,480 તથા ઇકો ગાડી જીજે-10ડીઇ-2619 રૂા. 50 હજારની કિમતની મળી કુલ રૂા. 76,480 મળીને મુદ્દામાલ સાથે તમામની અટકાયત કરી હતી.

ત્રીજા દરોડામાં શહેરના ગુલાબનગર રાજપાર્ક પાસે જાહેરમાં ગોળકુંડાળુ વાળી તીનપતીનો જુગાર રમી રહેલા ઇરફાન અજીતભાઇ ભટ્ટી, જાવેદ દાઉદભાઇ સભાયા, રીઝવાન ઇબ્રાહીમ કાદરી, શબાનાબેન ઇકબાલ આરબ અને કુંદનબા ભરતસિંહ જાડેજાને રોકડ રૂા. 7400 સાથે પકડી જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચોથા દરોડામાં શહેરના શંકરટેકરી અકબરશા દરગાહ પાસે જાહેરમાં વલીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરી રહેલા હનીફ મહમદ ખફીને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂા. 1160 સાથે પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...