જામનગરમાં જુદા જુદા સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા દશ મહિલા સહિત 16ને પકડી પાડયા હતા.જુદા જુદા દરોડામાં પોલીસે રોકડ સહિતની મતા કબજે કરી હતી. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના ગોકુલનગરની સોમનાથ સોસાયટીમાં અમુક એકત્ર થઇ જુગાર રમતા હોવાની માહિતી પરથી સીટી સી પોલીસે દરોડો પાડયો હતો. જે વેળા દશેક મહિલા પાના ટીંચતા માલુમ પડયા હતા.
આથી પોલીસે લીલાબા કિરીટસિંહ વાઢેર, વર્ષાબેન ભાવેશભાઈ કંટારીયા, વિજયાબા બટુકસિંહ રાયજાદા, જવુબા કુંભાજી વાઢેર, કિશનબા અરવિંદસિંહ વાઢેર, દેવુબા વેલુભા સોઢા, પાબીબેન ઉર્ફે ભાનુબેન રાયશીભાઈ ડાંગર, પાયલબા કનુભા ઝાલા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા, નયનાબેન જગદીશભાઈ મકવાણાને પકડી પાડી રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે શહેરના અંધાશ્રમ પાછળ દવાબજાર નજીક બુદ્ધવિહાર ચોકમાં પોલીસે દરોડો પાડી ચલણી સિક્કો ઉછાળી જુગાર રમતા નિતેશ મુકેશભાઈ ચૌહાણ, ઉમેશ પંજાભાઈ ભગત, બચુભાઈ વાલજીભાઈ ખીમસુરીયા, કુલદીપસિંહ અનિરૃદ્ધસિંહ રાઠોડ, ગૌતમ બલીરામ ગાવડે, રોહિત દિનેશભાઈ જીયાને પકડી પાડી રોકડ સહિતની મતા કબજે લીઘી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.