હાલારની 7 બેઠક પર 15957 મતદારોએ નોટામાં મતદાન કરી તમામ ઉમેદવારને જાકારો આપ્યો છે. નોટામાં સૌથી વધુ મત દ્વારકા અને ઓછા મત જામજોધપુર બેઠક પર પડયા છે. મોટાભાગની વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર કરતા નોટાને વધુ મત મળ્યા છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિધાનસભાની 7 બેઠકની ચૂંટણીનું પરિણામ ગુરૂવારે જાહેર થયું હતું. જેમાં 7 બેઠક પર કુલ 15957 મત નોટામાં એટલે કે ઉપરોકતમાંથી એકપણ ઉમેદવારને મળ્યા નથી. નોટામાં સૌથી વધુ મત દ્વારકા બેઠક પર 2897 અને સૌથી ઓછા મત જામજોધપુર બેઠક પર 1515 પડયા હતાં.
7 માંથી મોટા ભાગની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સિવાય ચૂંટણી જંગમાં રહેલા અપક્ષ ઉમેદવાર કરતા નોટાને વધુ મત મળ્યા હતાં. નોટામા પડેલા મત એ રાજકીય પક્ષોની કાર્યપ્રણાલી પસંદ નથી તે પ્રત્યક્ષ રીતે દર્શાવે છે તેમા બે મત નથી.
નોટામાં પડેલા મત | |
બેઠક | મત |
કાલાવડ | 2108 |
જામનગર ગ્રામ્ય | 2247 |
જામનગર ઉતર | 2444 |
જામનગર દક્ષિણ | 2164 |
જામજોધપુર | 1515 |
ખંભાળિયા | 2582 |
દ્વારકા | 2897 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.