વળતર:જામનગરમાં કોરોનાથી મૃત્યુના કિસ્સામાં 15.94 કરોડ સહાય

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 87 અરજી ટેકનીકલ કારણસર પેન્ડીંગ, 459 અરજી નામંજુર
  • પુન: ​​​​​​​મળેલી 23 અરજી અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી

કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને રૂ.50000નું વળતર આપવામાં આવે છે. જે અન્વયે જામનગર શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં રૂ.15.94 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. 87 અરજી ટેકનીકલ કારણસર પેન્ડીંગ તો 459 અરજી નામંજુર કરાઇ છે. પુન: મળેલી 23 અરજી અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.રાજ્ય સરકાર દ્વારા કોરોના મૃત્યુ કેસમાં ગત તા.16-11-2021 થી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ માટે જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાંથી મૃત્યુ સર્ટીફિકેટ મેળવવા માટે 3890થી વધુ ફોર્મ વિતરણ થયા હતાં.

તેમાંથી 2800 જેટલા મૃત્યુના સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત ઓનલાઈન અરજીઓ પણ મળી હતી. આ તમામ અરજીઓમાંથી સરકારે કુલ 3276 અરજી મંજુર કરી હતી. તે પૈકી 3189 અરજી અન્વયે કુલ રૂ.15.94 કરોડની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે 87 અરજીઓ ટેકનિકલ કારણોસર પેન્ડીંગ છે. હજુ પણ અરજીઓ તંત્રને મળી રહી છે. અગાઉ 459 અરજી નામંજુર થઈ હતી. તેમાંથી 23 અરજી પૂનઃ મળી છે. જેનો હજુ નિર્ણય લેવાયો નથી. અરજીઓ પેન્ડિંગ રહેતા અને તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...