કાર્યવાહી:જિલ્લામાં જમીન રિ-સર્વે બાદ ક્ષતિ સુધારણાની 15,779 અરજી પેન્ડીંગ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસૂલ વિભાગ દ્વારા અરજી કરવાની મુદત 31 ડિસે. સુધી લંબાવાઇ
  • ​​​​​​​7મી વખત મુદત વધારો: DILR કચેરીમાં રોજની 200 અરજી

જામનગરમાં જમીન રિ-સર્વે બાદ ક્ષતિ સુધારણાની 15779 અરજી પેન્ડીંગ છે. રાજય સરકાર દ્વારા પ્રમોલગેશન પછી રિ-સર્વેમાં ક્ષતિ સુધારણાની અરજી કરવાની મુદત વધારી 31 ડીસેમ્બર સુધી લંબાવામાં આવી છે. સરકાર દ્વારા સાતમી વખત મુદત વધારો કરાયો છે. ડીઆઇએલઆર કચેરીમાં રિ-સર્વેમાં ક્ષતિ સુધારણાની રોજની 200 થી વધુ અરજી આવી રહી છે.

રાજયભરમાં જામનગર જિલ્લામાં જમીન રિ-સર્વેની કામગીરી સૌ પ્રથમ શરૂ કરવામાં આવી હતી. પરંતુ જમીન માપણીમાં ગંભીર ક્ષતિઓની ફરિયાદ ખેડૂતોમાં ઉઠી હતી. આથી ડીઆલએલઆર કચેરીમાં જમીન રિ-સર્વે બાદ ક્ષતિઓ સુધારણાની અરજીઓના ખડકલા થયા હતાં. જમીન રિ-સર્વે બાદ ક્ષતિ સુધારણા માટે ડીઆઇએલઆર કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

પરંતુ અરજીઓનો સતત મારો ચાલુ રહેતા રાજય સરકારને વખતો વખત મુદત વધારો કરવાની ફરજ પડી હતી. અરજી કરવાની છેલ્લી મુદત 30 સપ્ટેમ્બર 2021 હતી. પરંતુ જામનગર જિલ્લામાં હજુ પણ 15779 અરજી પેન્ડીંગ છે. રાજય સરકાર દ્રારા મુદત વધારો કરી 31 ડીસેમ્બર 2021 કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...