જામનગર કોરોના LIVE:જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં, આજે નવા 10 કેસની સામે 39 દર્દી ડિસ્ચાર્જ થયા

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે એક દર્દીનું મોત નિપજ્યું
  • શહેરમાં 9 કેસ નોંધાયા, 32 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
  • ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો, 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી ચૂક્યું છે. આજે નવા 10 કેસની સામે 39 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આજે જામનગર શહેરમાં નવા 9 કેસ નોંધાયા હતા જ્યારે 32 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. તો ગ્રામ્યમાં નવો 1 કેસ નોંધાયો હતો અને 7 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યો હતો.જ્યારે એક દર્દીનું મોત નિપજ્યું હતું.

જામનગર શહેરમાં કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ યથાવત છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 6 લાખ 68 હજાર 095 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 5 લાખ 83 હજાર 308 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...