કોરોનાનો હાહાકાર:જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, છેલ્લા 4 દિવસમાં 44 નવા કેસ નોંધાતા ફફડાટ

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 53 પર પહોંચ્યો
  • શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 3 કેસ

જામનગરમાં આજે શનિવારે કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈ ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 53 થઈ છે. નોંધનીય છે કે, જામનગરમાં રાજ્યનો પ્રથમ ઓમિક્રોન વેરિઅન્ટનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. જે બાદ વધુ ઓમિક્રોન વેરિઅન્ટના 2 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓમિક્રોન વોરિઅન્ટના અત્યાર સુધીમાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. તે તમામ ત્રણ કેસ પણ જામનગરમાંથી જ નોંધાયા છે.

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 15 કેસ સામે આવ્યાં છે. છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા 44 કેસ નોંધાયા છે. આજે શનિવારે એક જ દિવસમાં નવા 15 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 53 પર પહોંચી છે. જામનગર શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો 3 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યો હોવાથી આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. જામનગર શહેરમાં કોવિડ ગાઈડ લાઈડનનો કડક અમલ શરૂ કરાયો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ 77 હજાર 821 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 4 લાખ 21 હજાર 738 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...