વીજચોરી:લાલપુર-જામજોધપુરમાં 15 લાખની વીજચોરી ઝડપાઈ

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • PGVCLની 30 ટીમે 357 જોડાણ ચેક કર્યા
  • 46 જોડાણમાં ગેરરીતિ ખૂલી, દંડનીય બીલ

લાલપુર અને જામજોધપુર તાલુકામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની 30 ટીમ દ્વારા લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકીંગ હાથ ધરી 357 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જેમાંથી 46 જોડાણમાં ગેરરીતિ મળી આવતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.15.60 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા.

હાલારમાં થતી વીજ ચોરીને ડામવા ત્રણ મહિના બાદ વીજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગુરૂવારે વીજતંત્રની 30 ટીમે લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકીંગ કર્યું હતું. જેમાં કુલ 357 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા.

જે પૈકી 46જોડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. 15.60લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 15એસઆરપી ,પોલીસ તથા 10એકસ આર્મીના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.

3 દિવસમાં અડધા કરોડની વીજચોરી પકડી પડાઈ
છેલ્લા ત્રણ દિવસમાં હાલારમાંથી રૂ. 61.45 લાખની વીજ ચોરી પકડી પાડી છે. જામનગર શહેરમાં રૂ. 26.40 લાખ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ ગ્રામ્ય વિભાગમાંથી રૂ. 19.45 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.આમ છેલ્લા ત્રણ દિવસમાં હાલારમાંથી તંત્ર અડધા કરોડની વીજ ચોરી પકડી પાડી છે.

અન્ય સમાચારો પણ છે...