તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં કોરોના કોપાયમાન થતાં 15 દર્દીના મોત નિપજયાં છે તો 151 પોઝિટિવ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં શહેરમાં 86 અને જિલ્લામાં 65 લોકો સંક્રમીત થતાં હાહાકાર મચી ગયો છે. જો કે, 89 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. મહામારની વણસેલી સ્થિતિમાં પણ લોકો બેજવાબદાર રીતે ફરી રહ્યા છે તો નિયમોના ભંગ સબબ જિલ્લા વહીવટીતંત્ર દંડ કરી સંતોષ માની રહ્યું છે. જામનગરમાં કોરોનાએ અજગરી ભરડો લેતાં સંક્રમણે માઝા મૂકી છે. જેના કારણે શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસ આગની જેમ વધી રહ્યા છે.
શહેર-જિલ્લામાં સોમવારે 124 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.જયારે મંગળવારે કેસમાં વધારાનો સિલસિલો યથાવત રહેતાં 24 કલાકમાં શહેરમાં 86 અને જિલ્લામાં 65 મળી કુલ 151 કેસ નોંધાયા હતાં. જયારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં સોમવારે રાત્રીથી મંગળવારે સાંજ સુધીમાં 11 દર્દીના મોત નિપજયા હતાં. જેની સામે મંગળવારે શહેરમાં 59 અને જિલ્લામાં 30 મળી કુલ 89 દર્દી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં.
કોરોનાનો બીજો તબકકો વધુ ઘાતક બન્યો છે છતાં શહેર-જિલ્લામાં લોકો નિર્ભિક બની માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરી બેજવાબદાર રીતે ફરી રહ્યા છે તો તંત્ર નિયમોના ભંગ સબબ ફકત દંડ કરી સંતોષ માની રહ્યું છે.
માર્ચ કરતા એપ્રિલના 5 દિવસમાં કેસ ડબલ | ||
માર્ચ | શહેર | જિલ્લો |
27 | 22 | 15 |
28 | 24 | 15 |
29 | 25 | 8 |
30 | 31 | 22 |
31 | 33 | 36 |
એપ્રિલ: શહેર: જિલ્લો | ||
માર્ચ | શહેર | જિલ્લો |
1 | 34 | 26 |
2 | 33 | 27 |
3 | 38 | 29 |
4 | 54 | 43 |
5 | 70 | 54 |
જામનગરમાં મહાનગરપાલિકાની કવીક રીસ્પોન્સ ટીમે શહેરમાં દુકાનોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સબબ ચેકીંગ કરી દંડ ફટકાર્યો હતો.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.