તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:GSTમાં સુધારાથી અપ્રત્યક્ષ કરમાળખામાં 15 ફેરફાર, જામનગરમાં ચેમ્બરના સંયુકત ઉપક્રમે સેમિનાર યોજાયો

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેન્દ્રીય બજેટ અંગે વેપારી, ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય સંસ્થાના સંયુકત ઉપક્રમે યોજાયેલા કેન્દ્રીય બજેટ માર્ગદર્શન સેમિનારમાં તજજ્ઞોએ જણાવ્યું હતું કે, બજેટમાં જીએસટીમાં સુધારાથી અપ્રત્યક્ષ કરમાળખામાં 15 ફેરફાર થયા છે જેનાથી સરકારની આવક વધશે. તદઉપરાંત 15 વર્ષ જુની ખાનગી વાહન પોલીસી, ટેકસ ઓડીટ મર્યાદા અંગે સમજણ આપવામાં આવી હતી.

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ, સીએ બ્રાન્ચ, કોર્મશીયલ ટેકસ પ્રેકટીશ્નર્સ એસો.,ટેકસ કન્સલન્ટ એસોસીએશનના સંયુકત ઉપક્રમે ચેમ્બર ઓફ કોમર્સ ભવનમાં કેન્દ્રીય બજેટ અંગે પોસ્ટ બજેટ સેમિનાર યોજાયો હતો. જેમાં એડવોકેટ વારસી ઇસાનીએ વેપારીઓ અને ઉધોગકારોને બજેટમાં જીએસટીમાં થયેલા સુધારા-વધારા અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ઇન્ડાયરેકટ ટેકસેશનમાં 15 જેટલા ફેરફાર થયા છે. આર્ટીફીસીયરી રીર્ટન, ડેટા ટ્રાન્સફરીંગ, મોનોટાઇઝશન, કોમ્પલાઇઝેશન જેવી સરકારની આવક વધશે. કમ્પલાઇશન બોજ વધતો જાય છે. સાથે સાથે વિવિધ જોગવાઇની માહિતી આપી હતી. જયારે સીએ ધિનલ શાહે બજેટમાં ખાનગી વાહન પોલીસી જે 15 વર્ષ જૂની છે તે બંધ કરવા, આવકવેરામાં સ્લેબમાં કોઇ ફેરફાર ન કરવા, ગુડવીલમાં સુધારો ધસારો રદ કરવા, ટેકસ ઓડીટની મર્યાદ અંગે, કેસ રીઓપન, ટીડીએસમાં 1 ટકા કાપવા અંગે સમજણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો