તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દેવભૂમિ દ્વારકાના સલાયામાં તાજીયા મોહરમ તહેવાર દરમિયાન પોલીસ ઉપર હુમલાના પ્રકરણમાં 15 શખસોની ધરપકડ કરાઈ

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનામાં 2 પોલીસ કર્મીઓને ઇજાગ્રસ્ત થયા હતા
  • હજુ કેટલાક તોફાની તત્વોને પકડવા પોલીસની કાર્યવાહી જારી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે થોડા દિવસ પૂર્વે તાજીયા મોહરમના તહેવાર સમયે પોલીસને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણમાં પોલીસ ઉપર હુમલો કરતા બે પોલીસકર્મીઓ ઇજાગ્રત થયા હતા, ત્યારબાદ બીજા દિવસે સમગ્ર મામલે સલાયાના પીઆઇ પી.બી.ઝાલા ફરિયાદી બની સલાયાના 15 ઉપરાંત 5 હજાર લોકોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જ્યારે આ ઘટનામાં 15 જેટલા શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.

સલાયામાં તાજીયાના મોહરમના તહેવાર સમયે પોલીસની ગાડી ઉપર તોડફોડ કરનારા તત્વોને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ ડીવાય.એસ.પી તેમજ એલસીબી અને એસઓજી પોલીસ સહિતના અધિકારીઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે અંદાજીત 15 જેટલા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક તોફાની તત્વોને પકડી પાડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી હજુ એક મોટી કાર્યવાહી કરવા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ ઉપર હુમલા પ્રકરણમાં 15 ઉપરાંત પાંચ હજારના ટોળા સામે હત્યાની કોશિશ ઉપરાંત પોલીસની જીપમાં પડેલા રોકડા રૂપિયા 10 હજાર તથા એટીએમ કાર્ડ તથા સરકારી કાગળોનુ એક પર્સ ઉપરાંત બે બાઇકને નુકસાન કર્યાની ફરિયાદ અને ગેરકાયદેસર મંડળી રચ્યાની જુદી જુદી અનેક કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...