આવક:જામનગર માર્કેટ યાર્ડમાં 1 દિ’ માં 14,721 મણ કાળા તલ ઠલવાયા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસલીર - Divya Bhaskar
ફાઈલ તસલીર
  • જીરૂના સૌથી વધુ રૂ.4035 ભાવ બોલાયા
  • 1118 ખેડૂત સાથે 40,401 મણ જણસ આવી

જામનગર માર્કેટ યાર્ડમાં એક દિવસમાં 14721 મણ કાળા તલ ઠલવાયા હતાં. હરાજીમાં જીરૂના સૌથી વધુ રૂ.4035 ભાવ બોલાયા હતાં. 1118 ખેડૂત આવ્યા હોવા છતાં ફકત 40401 મણ જણસ આવી હતી.

જામનગર યાર્ડમાં મંગળવારે કુલ 40401 મણ જણસ આવી હતી. જેમાં બાજરીની 760, ધઉંની 1628, મગની 3595, અડદની 1327, તુવેરની 210, ચોળીની 921, મેથીની 592, મગફળીની 6685, અરેંડાની 1169, તલની 14721, રાયડાની 2132, લસણની 805, કપાસની 138, જીરૂની 672, અજમાની 1449, અજમાની ભૂસીની 2550, ધાણાની 504, સીંગદાણાની 126, સોયાબીનની 100 અને કલોંજીની 267 મણ આવક થઇ હતી.

હરાજીમાં 20 કીલો બાજરીના રૂ.200-451, ધઉંના રૂ. 375-491, મગના રૂ.800-1310, અડદના રૂ.500-1345, તુવેરના રૂ.300-1010, ચોળીના રૂ.400-1225, મગફળીના રૂ.1000-1360, અરેંડાના રૂ.835-1480, તલના રૂ.1800-2430, લસણના રૂ.90-500, કપાસના રૂ.1800-2220, ધાણાના રૂ.1000-2160, કલોંજીના રૂ.1100-2035 બોલાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...