ઠગ ટોળકી:બાવાને માથું નમાવવાનું કહી 1.47 લાખનો ચેઈનની તફડંચી

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે ઘટી ઘટના
  • કારમાં સવાર થયેલા અજાણી ત્રિપુટી સામે ગુનો નોંધાયો

જામનગરની ભાગોળે ગોકુલનગર વીસ્તારમાં સાંઠીયા પુલ પાસેના રોડ પર પસાર થતા સ્કુટરસવાર કારખાનેદાર વૃધ્ધને રોકી કારમાં બેઠેલા નાગાબાવા જેવા વેશધારીને માથુ નમાવવાનુ કહીને અજાણી કાર સવાર ત્રિપુટી રૂ.1.47 લાખનો સોનાનો ચેઇન તફડાવી નાશી છુટયાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે અજ્ઞાત ગઠીયાઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં શાલીભદ્ર સોસાયટીમાં રહેતા અને કારખાનુ ધરાવતા તુષાર વિષ્ણુપ્રસાદ ઠાકર નામના કારખાનેદાર વૃધ્ધ ગત તા.5ના રોજ સવારે પોતાના સ્કુટર પર કારખાના તરફ જઇ રહયા હતા જે વેળાએ ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસેના રોડ પર સામેથી આવતી એક કારમાં સવાર એક શખ્સે સ્કુટરને રોક્યુ હતુ.

ત્યારબાદ કારખાનેદાર સાથે વાતો કરીને તેને કારની આગળની સીટ પર બેઠેલા નાગાબાવા જેવા માણસને માથુ નમાવવાનુ કહ્યુ હતુ.જે દરમિયાન કોઇપણ રીતે કારખાનેદાર વૃધ્ધે પહેરેલો રૂ. 1.47 લાખની કિંમતનો સોનાનો ચેઇન સેરવી લીધો હતો.જેના પગલે થોડા સમય બાદ ચેઇનની તફડંચી થયાનુ જાણમાં આવતા કારખાનેદાર વૃધ્ધે આજુબાજુમાં શોધખોળ કર્યા બાદ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જે બનાવની ફરીયાદના આધારે પોલીસે કારમાં સવાર ત્રિપુટી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસ સીસીટીવીના આધારે પણ તપાસ ચલાવી ત્રિપૂટીને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...