તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ખાનગી કંપનીના કર્મચારી પાસેથી14.45 લાખ પડાવી લીધા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લંડનની કથિત મહિલા સહિતના 10 ખાતાદારે સામે ફોજદારી

જામનગર નજીક મોટી ખાવડી પંથકમાં રીલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં રહેતા મુળ અમરેલીના વતની આશીષ છગનભાઇ સાકરીયા નામના કંપની કર્મીનો સાડા પાંચ માસ પુર્વે ઇન્સટ્રાગ્રામ મારફતે લંડનની સોફીયા નામધારી યુવતિએ સંપર્ક સાધ્યો હતો જે બાદ સમયાંતરે સોશ્યલ મિડીયામાં વાતચિતો કરીને બાદમાં તેણીએ હુ તમને ચાલીશ હજાર ડોલર મોકલાવુ છુ તેમ કહીને અલગ અલગ બેન્કના ખાતા નંબર આપી અલગ અલગ વ્યકિત સાથે મોબાઇલથી વાતો કરાવી હતી. ત્યારબાદ ડોલરનુ આ પેકેજ કિલયર કરાવવા માટે કટકે કટકે પૈસા જમા કરાવવાનુ કહી સમયાંતરે જુદાજુદા ખાતામાં કુલ રૂ.14.45લાખ જેવી માતબર રકમ મેળવી લીધી હતી.જે બાદ લા઼બા સમયથી યુવતિ સહિતના ખાતેદારો સાથે વાતચિતોનો પ્રયાસ નિષ્ફળ રહેતા તેમજ પેકેટ પણ ન મળતા તેમને પોતાની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડયુ હતુ.આથી તુરંત જ મેઘપર પોલીસનો સંપર્ક સાધ્યો હતો.આ બનાવમાં આશિષભાઇની ફરીયાદ પરથી મેઘપર પોલીસે લંડનની કથિત સોફીયા નામધારી યુવતિ સહિત જુદા જુદા આઠેક જેટલા બેન્ક એકાઉન્ટધારકો સામે ગુનાહિત કાવતરૂ રચી છેતરપીંડી અને આઇટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...