જાહેરનામું:મતગણતરી મથકોથી 200 મીટરની ત્રિજ્યામાં 144 લાગુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત ચૂંટણી-2021 અન્વયે તંત્ર દ્વારા લેવાતા પગલા : ચાર કરતા વધુ વ્યકિતઓએ એકઠા થવું નહી

ગ્રામ પંચાયત ચૂંટણી-2021 અંતર્ગત જામનગર જિલ્લામાં તા. 21 ડિસેમ્બર 2021ના મતગણતરી થનાર છે. મતગણતરીના દિવસે કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય માટેના ઓશવાળ સ્કુલ બિલ્ડીંગ, ઓશવાળ શિક્ષણ રાહત સંઘ ઇંદીરા રોડ, જી.ઇ.બી.ની બાજુમાં, સાત રસ્તા સર્કલ પાસે, જામનગર, કાલાવડ ખાતેના મ્યુનિસિપલ હાઇસ્કુલ, કાલાવડ, લાલપુર ખાતેના ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાલપુર, જામજોધપુર ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કુલ, મામલતદાર કચેરીની બાજુમાં, જામજોધપુર, ધ્રોલ ખાતેના હરધ્રોળ હાઇસ્કુલ, ધ્રોલ અને જોડીયા ખાતેના શ્રેયસ નર્સીંગ ઇન્સ્ટિટ્યુટ, બાદનપર-જોડીયા રોડ, જોડીયા મતગણતરી મથકોના 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા. 21ના સવારના 6 થી મતગણતરી પૂર્ણ ના થાય ત્યાં સુધી ચાર કરતા વધારે વ્યક્તિઓની મંડળી કોઈએ ભરવી નહી કે બોલાવવી નહી કે સરઘસ કાઢવુ નહી અને એકઠા થવુ નહી તેમ જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મિતેશ પી.પંડ્યા દ્વારા એક જાહેરનામા દ્વારા જણાવાયું છે.

જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યક્તિઓને, ફરજ ઉપર હોય તેવા બિન પોલીસ દળો જેવા કે ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, પોલીસ અધિક્ષક અથવા તેમણે અધિકૃત કરેલ અધિકારએ અને શહેર/જિલ્લા ચૂંટણી અધિકારી અગર સંબંધિત ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીએ અધિકૃત કરેલ વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન કરનારને આઈપીસીની કલમ 188 મુજબ સજા થશે.

અન્ય સમાચારો પણ છે...