પ્રવેશ પ્રક્રિયા:RTE અંતર્ગત પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 1401 જગ્યા ભરાઇ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની 46, જિલ્લાની 121 બાકી બેઠક માટે વધુ એક રાઉન્ડ થશે
  • ખાનગી શાળાની કુલ 1569 બેઠક માટે 6279 અરજી મળી હતી

જામનગર શહેર-જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળામાં ધો.1 માં નિ:શુલ્ક પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 1401 જગ્યા ભરાઇ છે. શહેરની 46 અને જિલ્લાની 121 બાકી બેઠક માટે વધુ એક રાઉન્ડ થશે. શહેર-જિલ્લામાં આરટીઇની કુલ 1569 બેઠક માટે 6279 અરજી મળી હતી.

જામનગર શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળામાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે શહેરની 592 બેઠક માટે 4653 અને જિલ્લાની 977 બેઠક માટે 2530 અરજી આવી હતી. આરટીઇના પ્રથમ રાઉન્ડમાં શહેરની 4653 માંથી 4309 અરજી મંજૂર અને 344 અરજી નામંજૂર થઇ હતી. જયારે જિલ્લાની 2530 માંથી 1970 અરજી મંજૂર અને 560 નામંજૂર થઇ હતી.

પ્રથમ રાઉન્ડમાં શહેરમાં 546 વિધાર્થીએ પ્રવેશ લેતા 46 જગ્યા ખાલી રહી છે. જિલ્લામાં 856 છાત્રએ પ્રવેશ લેતા 121 સીટ ખાલી રહી છે. આમ શહેર અને જિલ્લાની કુલ ખાલી 167 બેઠક માટે આગામી દિવસોમાં આરટીઇનો વધુ એક રાઉન્ડ થશે. આરટીઇ હેઠળ એડમીશન માટે ઓનલાઇન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી.

ચાલુ વર્ષે આરટીઇ હેઠળ ધેા. 1માં વિના મુલ્યે પ્રવેશના ઓનલાઇન ફોર્મ ભરવામાં આવ્યા હતાં, ઓનલાઇન ફોર્મ વાલીઓ સરળતાથી ભરી શકે તે માટે એનએસયુઆઇ તેમજ અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન ફોર્મ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં વાલીઓએ લાભ લીધો હતો અને વાલીઓ બીજા રાઉન્ડની રાહ જોઇ રહયા છે.

અન્ય સમાચારો પણ છે...