સ્ટ્રીટ લાઈટની કામગીરી:જામનગરમાં નવેમ્બર માસમાં 1400 જેટલી સ્ટ્રીટલાઇટ બંધ અંગેની ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર મહાનગરપાલિકાની લાઇટ શાખા દ્વારા શહેરી તેમજ નગરસીમ વિસ્તારો ખાતે સ્ટ્રીટલાઇટ મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે. જે માટે બંને વિસ્તારો માટે ઇ-સ્માર્ટ તેમજ કેન્દ્ર સરકાર માન્ય ઈઈએસએલ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

પાયલોટ પ્રોજેકટ અન્વયે સોલાર રૂફટોપ અંગેની કામગીરી
જે અન્વયે છેલ્લા એક મહિના દરમિયાન નવેમ્બર માસમાં અંદાજે 1400 જેટલી સ્ટ્રીટલાઇટ બંધ અંગેની ફરિયાદો આવી હતી. જે ફરિયાદોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સ્ટે. કમીટી દ્વારા મ્યુનિ સભ્યઓને એલ.ઇ.ડી. લાઇટો ફાળવવામાં આવેલ છે. જે અંગેની કામગીરી હાલે ચાલુ છે. લાઇટ શાખા દ્વારા મનપા પેરીફરીમાં આવેલ જુદી જુદી બિલ્ડીંગો ખાતે પાયલોટ પ્રોજેકટ અન્વયે સોલાર રૂફટોપ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
નાગરિકોની સુખાકારીમાં વધારો
ઉપરાંત, તાજેતરમાં દ્વારા રંગમતી નદી થઈ અન્નપૂર્ણા ચોકડી થઈ માર્કેટિંગ યાર્ડ રોડ થઈ રાજકોટ રોડ સુધી, નવાનગર સર્કલ થી એફિલ ટાવર રોડ સુધી, બેડેશ્વર મહાદેવ મંદિરથી બેડી જંકશન સુધી નવી સેન્ટ્રલ લાઇટિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહાપ્રભુજી બેઠક થી ઠેબા બાયપાસ સુધીની નવી સેન્ટ્રલ લાઇટિંગ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે. જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. શાખા દ્વારા શહેરના જુદા જુદા મુખ્ય સર્કલ તેમજ જંકશનો ખાતે નવા હાઈમાસ્ટ ટાવર વિથ લાઇટિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે પૂર્ણ થયેથી આ જંકશનોની સુંદરતા તેમજ લાઇટિંગમાં વધારો થશે. આ સમગ્ર કામગીરી મ્યુનિ કમિશનર વિજય કુમાર ખરાડી તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ લાઈટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર રૂષભ મહેતા દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...