કોસ્ટગાર્ડે બચાવ્યા:દુબઈથી યમન જતાં દરિયામાં સળગી ગયેલી લોન્ચના 14 ખલાસી હેમખેમ

સલાયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુબઈ બંદરે ખસેડાયા, ઈમીગ્રેશન પ્રક્રિયા પછી ભારત પરત ફરશે

દુબઇથી યમન જવા માટે140 મોટરો ભરી નિકળ્યા બાદ દરીયામાં સળગી ગયેલી લોંચના તમામ 14 ખલાસીઓને કોસ્ટ ગાર્ડે હેમખેમ બચાવી લીધા હતા.જેઓને દુબઇ બંદરે સલામત રીતે ખસેડાયા છે જે તમામ ઇમીગ્રેશન પ્રક્રિયા બાદ પરત ભારત ફરશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના સલાયાની દુબઇથી 140 મોટરો ભરી યમન જવા નિકળેલી લોંચ ગત તા.9ના રાત્રીના દરીયામાં સળગી ગઇ હતી.જેમાં છ ખારવા તથા આઠ મુસ્લીમ સમાજના યુવાનો હતા.આ તમામ ખલાસીઓને કોસ્ટ ગાર્ડે હેમખેમ બચાવી લીધા હતા અને તેઓને દુબઇ બંદરે સહી સલામત રીતે પહોચાડયા હતા. જેની સલાયા જાણ થતા જ ખલાસી પરીવારોમાં હર્ષની લાગી પ્રસરી છે. આ તમામ ખલાસી ભાઇઓનો ઇમીગ્રેશન વિધિ પુર્ણ થયે તેઓ ભારત પરત આવી જશે.

અન્ય સમાચારો પણ છે...