છેલ્લી ઘડીએ રાફડો ફાટશે:જામનગર શહેરની 5 બેઠકો ઉપરથી 139 ફોર્મ ઉપડ્યા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી એકપણ ફોર્મ ભરાયું નથી: છેલ્લી ઘડીએ રાફડો ફાટશે
  • જામનગર ગ્રામ્યના સાૈથી વધુ 43, કાલાવડના સૌથી ઓછા 10 ફાેર્મ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે અત્યાર સુધીમાં કુલ 139 ફોર્મ વહીવટી કરતા પાસેથી લેવામાં આવ્યા છે પરંતુ એક પણ ફોર્મ કોઈ ઉમેદવારોએ રજુ કરેલ નથી જેમાં સૌથી વધુ જામનગર ગ્રામ્યના વિસ્તારમાં 43 ઉપાડવામાં આવ્યા છે જ્યારે સૌથી ઓછા ફોર્મ કાલાવડ વિધાનસભા વિસ્તારમાં માત્ર 10 જ ઉપાડ્યા છે.

જામનગર જિલ્લા ની વિધાનસભા વિસ્તારમાં કુલ પાંચ બેઠકો છે. જેમાં કાલાવડ 80 ની બેઠક માટે આજે 1 ફોર્મ મળીને અત્યાર સુધીમાં કુલ 10 ફોર્મ ઉપડેલ છે પરંતુ એક પણ ફોર્મ પરત આવેલ નથી.જામનગર ગ્રામ્ય ની બેઠક માટે આજે 8 ફોર્મ મળીને કુલ 43 ઉમેદવારી પત્રો ઉપાડેલ છે જામનગર ઉત્તરની બેઠક માટે આજે 13 ફોર્મ ઉપડેલ છે જેમાંથી મળીને કુલ 30 ફોર્મ ઉપાડેલ છે.

જામનગર દક્ષિણની બેઠક માટે આજે 5 ફોર્મ મળીને કુલ 36 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ઉપાડેલ છે જ્યારે જામજોધપુર 80ની બેઠક માટે 4 ફોર્મ મળી કુલ 20 ફોર્મ ઉપાડવામાં આવેલ છે આમ જોઈએ તો જામનગર જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે કુલ 139 ફોર્મ અત્યાર સુધીમાં સરકારી તંત્ર પાસેથી લઈ જવામાં આવેલ છે પરંતુ એક પણ ફોર્મ કોઈ ઉમેદવારોએ ભરીને પરત આપેલ નથી.139 ફાેર્મ ઉપડયા છતાં હજુ સુધી કોઇ ભરાયા નથી અને હવે ફકત 3 દિવસ બાકી છે ત્યારે તંત્રને આશંકા છે કે, છેલ્લી ઘડીએ ઉમેદવારોનો રાફડો ફાટશે અને ફાેર્મ ભરવા માટે ઘસારો થશે.

અન્ય સમાચારો પણ છે...