પોલીસ કાર્યવાહી:પરોડીયામાં ખેતરમાંથી દારૂની 132 બોટલનો જથ્થો પકડાયો, જુદા જુદા 3 દરોડામાં દારૂની 227 બોટલ કબજે, 2 પકડાયા, 1 ફરાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દ્વારકા જિલ્લામાં દારૂની રેલમછેલ પર પોલીસના દરોડાથી દોડધામ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા પંથકમાં સ્થાનિક પોલીસે જુદા જુદા ત્રણ દરોડામાં ઇંગ્લીશ દારૂની 227 બોટલ સાથે ત્રણ શખસોને દબોચી લીઘા હતા જયારે સલાયા નજીક પરોડીયા સીમની એક વાડીમાંથી પોલીસે દારૂની 132 બોટલ પકડી પાડી હતી જયારે પોલીસે વાડીધારક સામે ગુનો નોંધ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયા તાલુકાના ૫રોડીયા વાડી વિસ્તારમાં એક ખેતરમાં અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી સલાયા મરીન પોલીસની ટીમે એક વાડીમાં દરોડો પાડયો હતો.જેમાં પોલીસે હરદાસ ખીમાભાઇ મસુરાના ખેતરમાં તલાશી હાથ ધરતા ત્યાંથી ઇંગ્લીશ દારૂની 132 બોટલ મળી આવી હતી.

આથી પોલીસે રૂ.66 હજારની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, આ દરોડા દરમિયાન આરોપી હરદાસ મસુરા હાથ ન લાગતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.જયારે દ્વારકામાં પીઆઇ પી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીએ પુર્વ બાતમીના આધારે નરસંગ ટેકરી વિસ્તારમાં હરદાસ ખીમાભાઇ મસુરાના મકાનમાં દરોડો પાડયો હતો જે દરોડા દરમિયાન અંદરથી ઇંગ્લીશ દારૂની 79 બોટલ મળી આવી હતી.આથી પોલીસે હરદાસ મસુરાની અટક કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

​​​​​​​જયારે મેવાસા ગામના વાડી વિસ્તારમાં સ્થાનિક પોલીસે રાજેશભા આશાભા સુમણીયાના મકાનમાં દરોડો પાડયો હતો જે દરોડા વેળા ઇંગ્લીશ દારૂની 16 બોટલ મળી આવતા પોલીસે રાજેશભાની અટક કરી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પકડાયેલા શખસની પ્રાથમિક પોલીસ પુછપરછમાં દારૂ પ્રકરણમાં હાજાભા પાલાભા સુમણીયાની નામ ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. દેવભૂમિ જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી પર તવાઈ બોલાવતા આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...