સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજના ઇષ્ટદેવ ભગવાન પરશુરામના જન્મોત્સવ અક્ષય તૃતીયાના વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં દેવી - દેવતાઓની વેશભૂષામાં સજ્જ બાળકોને મહિલા કોર્પોરેટર દ્વારા સન્માનિત કરાયા હતા. શોભાયાત્રા માં વેશભૂષામાં ભાગ લેનાર 130 બાળકોને મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ અને તેમના સી.વી.ઠાકર પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા ભાગ લેનાર બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પ્રતિવર્ષ સૌરાષ્ટ્ર - કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જામનગર ટિમ દ્વારા યોજવામાં આવતી ભવ્ય શોભાયાત્રામાં છેલ્લા 12 વર્ષથી ડિમ્પલબેન રાવલ દ્વારા યાત્રામાં ભાગ લેનાર બાળકોને તેમના તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે હેઠળ આ વર્ષે પણ શોભાયાત્રામાં ભાગ લેનાર 130થી વધુ બાળકલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
ભગવાન પરશુરામ જન્મોત્સવની શોભાયાત્રા મ્યુ. ટાઉનહોલ ખાતે સંપન્ન થઈ ત્યારે વેશભૂષા માં ભાગ લેનાર તમામ બાળ કલાકારોને દાતા ડિમ્પલબેન રાવલ, જગતભાઇ રાવલ, સરિતાબેન પ્રદીપભાઈ ઠાકર, પ્રતીક ઠાકર તેમજ પૂર્વમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ત્રિવેદી, જિલ્લા અધ્યક્ષ પ્રફુલ્લભાઈ વાસુ, શહેર પ્રમુખ આશીષભાઇ જોશી, કોર્પોરેટર સુભાષભાઇ જોશી, તૃપ્તિબેન ખેતીયા, બ્રહ્મ અગ્રણી દક્ષભાઈ ત્રિવેદી, કન્વીનર હિરેનભાઈ કનૈયા, સહ-કન્વીનર રૂપેશભાઈ કેવલિયા, કિશોરભાઇ ભટ્ટ, જિલ્લા મહામંત્રી એન.ડી.ત્રિવેદી, કો-ટ્રસ્ટી સુનિલભાઈ ખેતીયા, કારોબારી સભ્ય વલ્લભભાઈ જોશી, નયનભાઈ વ્યાસ અને યુવા વિભાગ જિલ્લા પ્રમુખ ભાસ્કરભાઈ જોશી, મંત્રી જનકભાઈ ખેતીયા, શહેર પ્રમુખ જસ્મિનભાઈ ધોળકિયા મંત્રી વિમલભાઈ જોશી તેમજ મહિલા પાંખના હોદેદારો વગેરેના હસ્તે સન્માનિત કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.