તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:નાની લાખાણીમાં જુગાર રમતા 13 શખસો આબાદ પકડાયા, રૂા.20 હજાર ઉપરાંતની રોકડ સાથે તમામની ધરપકડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીકના નાની લાખાણી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 8 શખસોને પોલીસે 15160ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.જામનગર નજીક નાની લાખાણી ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા જટુભા કહરસંગ જાડેજા, વિપુલસિંહ અનોપસિંહ જાડેજા, કિશોરસિંહ નાનભા જાડેજા, જયપાલસિંહ મેઘરાજસિંહ, મહેન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજા, યુવરાજસિંહ વરસુભા જાડેજા, ગુણવતસિંહ બહાદુરસિંહ જાડેજા અને મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા નામના શખસોને રૂપિયા 15,160ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી ધરપકડ કરી હતી. જયારે ચોરાની બાજુમા જાહેરમાં જુગાર રમતા જયવતસિંહ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા, તેજપાલસિંહ હઠુભા જાડેજા, રાજેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજા, પ્રવિણસિંહ ગંભીરસિંહ જાડેજા નામના શખસોને પોલીસે રૂપિયા 6830ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...