તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વકર્યો:દ્વારકા જિલ્લામાં કોરોના વકર્યો ખંભાળિયામાં વધુ 13 પોઝિટિવ

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કલ્યાણપુરમાં 2, દ્વારકા-ભાણવડમાં 1-1 કેસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીરે-ધીરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેમાં મંગળવારે મોડી સાંજ સુધીમાં વધુ 17 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જે પૈકી ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં જ 13 કેસ નોંધાયા છે. જ્યારે કલ્યાણપુર પંથકમાં વધુ 2 તેમજ દ્વારકા અને ભાણવડમાં પણ 1-1 કેસ સામે આવ્યા છે.

જ્યારે મોડી સાંજ સુધીમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જેમાંં ખંભાળિયાના 3, કલ્યાણપુરના 2 અને ભાણવડના 1 દર્દીનો સમાવેશ થાય છે. દ્વારકા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં લાંબા સમય બાદ મંગળવારે ફરી પોઝિટિવ કેસોનો આંક 17ને આંબી જતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લામાં એક્ટિવ કેસોનો આંક 88 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો