તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:4 દરોડામાં 13 જુગારીઓ પકડાયા, તીનપત્તી, વર્લી મટકા અને એકી-બેકી રમતા શખસોને પોલીસે પકડી પાડ્યા

જામનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જામનગર શહેર અને જિલ્લામાંથી પોલીસે રોકડ અને સામગ્રી કબજે કરી

જામનગર શહેર જિલ્લામાં પોલીસે જુગારના જુદા-જુદા ચાર દરોડા પાડી 13 શખસોને પકડી પાડયા છે. પોલીસે આ તમામ શખસો પાસેથી રોકડ રકમ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં સટ્ટા બજાર વિસ્તારમાં જાહેરમાં ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી રોકડ રૂપિયાની હાર-જીત કરી એકી-બેકી નામનો જુગાર રમી રમાડતા રાજેશ પ્રેમજીભાઇ સોમૈયા, રફિક સતારભાઇ ભભાણી અને મનોજભાઇ હેમતભાઇ રાવલ નામના ત્રણ શખ્સોને રૂા.2520ની રોકડ સાથે પકડી પાડયા હતા. આ શખ્સની અટકાયત કરી પોલીસે તમામની સામે જુગાર ધારા 12 મુજબ કાર્યવાહી કરી હતી.

જયારે ખોજા નાકા પાસે તવા રેસ્ટોરન્ટની ગલીના ખુણા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં વર્લી મટકાનાં આંકડા લખી-લખાવી પૈસાની હાર-જીત કરી વર્લી મટકાના આંકડા લેતા મોએજઅલી ઉર્ફે મોયલો પ્યારઅલી કરીમાણી નામના શખ્સને રૂા.1210ની રોકડ સાથે પકડી પાડયા હતા. પોલીસે આ શખસની સામે પણ જુગારધારા મુજબ ફરિયાદ નોંધી અટકાયત કરી હતી. જયારે પવન ચક્કી વિસ્તારમાં હિંગળાજ હોટલની બાજુમાં જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર પર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હાર-જીત કરી એકી-બેકી નામનો જુગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે જીત્યો નરેન્દ્રભાઇ નાખવા અને હરિશ દેવજીભાઇ મુંજાલ નામના બે શખ્સોને પોલીસે રૂા.1620ની રોકડ સાથે પકડી પાડયા હતા.

જયારે જામજોધપુર તાલુકાના જામવાડી ગામે સુરેશભાઇ બાબુભાઇ કાલરીયાના મકાનની પાછળ આવેલ ખાંચામાં જુગાર રમી રહેલા સુરેશ બાબુભાઇ કાલરીયા, રાજેન્દ્રભાઇ પરષોત્તમ કાલરીયા, મહેશભાઇ સુભાષભાઇ કાલરીયા, જયંતિલાલ વિરજીભાઇ ડેડાણીયા, હિતેષકુમાર લીલાભાઇ સગારકા, જમનાદાસ નારણભાઇ સગારકા અને પ્રફુલભાઇ કારાભાઇ સીતાપરા નામના શખસોને પકડી પાડયા હતા. જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આ શખસો પાસેથી રૂા.10,700ની રોકડ કબ્જે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો