તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:જામનગરમાં જુગાર રમતા 13 ઝડપાયા

જામનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુર, સમાણા અને નાંદુરીમાં સ્થાનિક પોલીસના જુગાર અંગે દરોડા
  • જુદા-જુદા સ્થળોએ પોલીસે ત્રાટકી રોકડ સહિત રૂા.47 હજારની માલમત્તા કબજે લીધી

જામનગર જિલ્લાના જામજોધપુર અને સમાણા તેમજ લાલપુરના નાંદુરીમાં સ્થાનિક પોલીસે જુદા જુદા ત્રણ સ્થળે દરોડા પાડી જુગાર રમતા મહિલાઓ સહિત તેરને પકડી પાડયા હતા.પોલીસે તમામ સ્થળેથી રોકડ રકમ સહિત રૂ.47 હજારની માલમતા કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પીએસઆઇ બી.એસ.વાળા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળાએ પોલીસ ટીમને નાંદુરી ગામે એક રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે હમીર જેતાભાઇ કરંગીયાના મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળાએ ચારેક શખ્સ જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે મકાન ધારક હમીર કરંગીયા ઉપરાંત જેતા ભોજાભાઇ વરૂ, ગોવિંદ રામશીભાઇ કરંગીયા અને મચ્છા નાથાભાઇ ઝાપડાને પકડી પાડી રૂા.35,050ની રોકડ રકમ સહિતની મતા કબજે કરી હતી.

જયારે જામજોધપુરના રામવાડી વિસ્તારમાં પોલીસે તિનપતિ રમતા નિલેશ જેન્તીભાઇ કાલેરીયા, પ્રકાશ પરષોતમભાઇ દેલવાડીયા, ભાવિકાબેન નિલેશભાઇ કાલેરીયા, તારાબેન નિલેશભાઇ લાડાણી અને નિકીતાબેન પ્રકાશભાઇ દેલવાડીયાને પકડી પાડી રોકડ સહિત રૂ.11,010ની માલમતા કબજે કરી હતી.જયારે સમાણા ગામે હિતેશ જીતેન્દ્રભાઇ પરમાર, હરીશ વશરામભાઇ પરમાર, દાના ગોબરભાઇ બથવાર અને વિજય રામજીભાઇ મહિડાને પોલીસે જુગાર રમતા પકડી પાડી રોકડ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...