ટિકિટની માંગણી:હાલારની 7 બેઠકો માટે ભાજપના 129 દાવેદારો મેદાનમાં

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી - Divya Bhaskar
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
  • સૌથી વધુ દાવેદારી કાલાવડ બેઠક માટે, જ્યારે સૌથી ઓછી દાવેદારી 78-જામનગર અને દ્વારકા માટે નોંધાઇ : દડો હવે હાઇકમાન્ડના દરબારમાં

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપની ટિકિટ માંગનારાઓનો રાફડો ફાટ્યો છે. 7 બેઠકો માટે હાલ 129 મુરતીયાઓ સામે આવ્યા છે. જેમાં સૌથી ટિકિટની માંગણી કાલાવડમાં થઈ છે. જેમાં 38 લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી જામનગર ઉત્તર અને દ્વારકામાં નોંધાઈ છે જેમાં 7 લોકોએ ટિકિટ માટે દાવો માંડ્યો છે. ભાજપ દ્વારા પ્રક્રિયાઓ પૂર્ણ કરી હવે હાઈ કમાન્ડને રિપોર્ટ કરવામાં આવશે. જે બાદ નિર્ણય લેવાશે.

તહેવારોના સમયમાં જ ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેર અને જિલ્લા માટે નિરીક્ષક તરીકે જયરૂથસિંહ પરમાર, ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને મધુબેન પટેલ સમક્ષ દાવેદારોએ પોતાના દાવા રજૂ કર્યા હતા. જેમાં 78-જામનગર (ઉત્તર) માટે 7 લોકોએ દાવેદારી નોંધાવી. જ્યારે 79-દક્ષિણમાં 20 લોકોએ કાલાવડ માટે, 38 લોકોએ જામનગર (ગ્રામ્ય) માટે 22 લોકોએ અને જામજોધપુર માટે 16 લોકોએ દાવેદારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી હતી.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા માટે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રદેશમંત્રી કેશવાલા અને રક્ષાબેન બોલીયા નિરીક્ષક તરીકે નિમાયા હતા જેમના સમક્ષ દ્વારકા માટે 7 લોકોએ દાવેદારી કરી હતી. જ્યારે ખંભાળિયા માટે 19 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આમ, હાલારની 7 સીટો માટે 129 લોકોએ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરી છે.

જામજોધપુર બેઠકના દાવેદારો
ચીમનભાઈ સાપરીયા, કે.બી. ગાગીયા, સુરેશ વસરા, બ્રિજરાજસિંહ જાડેજા, હરેશભાઇ બારીયા, સી.એમ. વાછાણી, રાજુભાઈ કાલરીયા, પ્રવીણભાઈ વસરા, ચેતનભાઈ કડીવાર, નરેન્દ્રભાઈ કડીવાર, ધુસાભાઈ ધારાણી, રાજશીભાઈ આંબલીયા, પરબતભાઈ ગાગીયા, કૌશિક રીબડીયા અને દિલીપ ભોજાણીનો સમાવેશ થાય છે.

કાલાવડ બેઠક માટેના દાવેદારો
મેઘજીભાઈ ચાવડા, લાલજીભાઈ સોલંકી, સામતભાઈ પરમાર, અનિલ બાબરીયા, ડો. કલ્પેશ મકવાણા, મુળજીભાઈ ઘૈડા, નાથાભાઈ વારસાકીયા, જીતેન્દ્ર ડાયાભાઈ, નરેશભાઈ સીંગલ, દીપકભાઈ વાઘેલા, સુરેશ સુંબલ, નીતાબેન પરમાર, મનિષાબેન મહેતા, બાબુભાઈ ચાવડા, દીપક ચાવડા, એમ.ડી. મકવાણા, મનહરભાઈ ઝાલા, ભવાનભાઈ કંટારીયા સહિતનાઓએ દાવેદારી નોંધાવી છે.

જામખંભાળિયા બેઠક પર 19 તો દ્વારકા બેઠક પર 7 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81 ખંભાળિયા બેઠક પર વિધાનસભા ચુંટણીમાં ઉમેદવારી ઇચ્છુક ભાજપના 19 દાવેદારો સામે આવ્યા હતા.જયારે 82- દ્વારકા વિધાન સભા બેઠક પર સાત લોકોએ દાવેદારી નો઼ધાવી છે.મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભાજપના ચુંટણી નિરિક્ષકોએ ઉપરોકત સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.

79-જામનગર બેઠકના દાવેદારો
જામનગર શહેરની બેઠક માટે 19 જેટલા દાવેદારોએ દાવો નોંધાવ્યો છે જેમાં જીતુભાઈ લાલ, ગોપાલ સોરઠીયા, પ્રકાશ બાંભણીયા, સેતલબેન શેઠ, હસમુખ પેઢડીયા, પ્રીતિબેન શુકલ સહિતનાઓનો સમાવેશ થાય છે.

78-જામનગર બેઠકના દાવેદારો
79-જામનગર માટે સૌથી ઓછા 7 લોકોએ દાવેદારી ટિકિટ માટે નોંધાવી છે. જેમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતુભાઈ લાલ, લગધીરસિંહ જાડેજા, ડો. આર. ટી. જાડેજા વગેરેનો સમાવેશ છે.

શહેરની બંને સીટો પર જીતુ લાલની દાવેદારી
જામનગર શહેરની બંને બેઠકો પર એકમાત્ર લોહાણા અગ્રણી જીતુભાઈ લાલે દાવેદારી નોંધાવી છે. તેમણે બંને બેઠક પર પોતાને મજબૂત ઉમેદવાર ગણાવ્યા છે. તેમજ જ્યાંથી ટિકિટ આપે ત્યાંથી લડવાનું કહ્યું છે.

જામનગર (ગ્રામ્ય) માટેના દાવેદારો
રાઘવજી પટેલ, રમેશ મુંગરા, કાજલ સંઘાણી, તપન પરમાર, રણછોડ પરમાર, ભાણજી કટેશીયા, સુનિલ રાઠોડ, ગીતા નકુમ, ગોરધનભાઈ રાઠોડ, માવજીભાઈ નકુમ, હસમુખ કણઝારીયા, ભરત દલસાણીયા, ડો. વિનુ ભંડેરી, વિપુલ ચંદ્રેશભાઈ પટેલ, લગધીરસિંહ જાડેજા, વલ્લભ ધારવીયા, ધરમશી ચનીયારા સહિતનાઓએ દાવેદારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...