વેરા વસૂલાત:શહેરમાં 46 આસામી પાસેથી 12.71 લાખ વેરો વસૂલાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 15માં સૌથી વધુ વસૂલાત કરાઇ

જામનગરમાં મનપાની મિલકત વેરા શાખાએ બે દિવસમાં 46 આસામી પાસેથી રૂ.12.71 લાખના વેરાની વસૂલાત કરી છે. જેમાં વોર્ડ નં.15 ના 4 બાકીદારો પાસેથી સૌથી વધુ રૂ.1.86 લાખની વસૂલાત કરાઇ છે.

મનપાની મિલકત વેરા શાખાએ વોર્ડ નં. 2માં 2 આસામી પાસેથી રૂ. 47980, વોર્ડ નં. 4માં 1 આસામી પાસેથી રૂ. 32537, વોર્ડ નં. 7માં 1 આસામી પાસેથી રૂ. 15400, વોર્ડ નં.10 માં 2 આસામી પાસેથી રૂ. 150000, વોર્ડ નં. 14માં 3 આસામી પાસેથી રૂ.90301, વોર્ડ નં. 15માં 4 આસામી પાસેથી રૂ.186400, વોર્ડ નં. 17માં 3 આસામી પાસેથી રૂ.41279, વોર્ડ નં. 19માં 2 આસામી પાસેથી રૂ. 26020 સહિત કુલ 18 આસામી પાસેથી કુલ રૂ.589917 ની વસુલાત કરવામાં આવી હતી.

મંગળવારે વોર્ડ નં.2 માં 6 આસામી પાસેથી રૂ. 123905, વોર્ડ નં. 3માં 3 આસામી પાસેથી રૂ. 34630, વોર્ડ નં. 4માં 1 આસામી પાસેથી રૂ.12100, વોર્ડ નં. 5માં 4 આસામી પાસેથી રૂ. 108014, વોર્ડ નં. 10માં 2 આસામી પાસેથી રૂ. 38604, વોર્ડ નં. 11માં 2 આસામી પાસેથી રૂ.45720, વોર્ડ નં. 13માં 2 આસામી પાસેથી રૂ. 111713 સહિત 28 આસામી પાસેથી કુલ રૂ.681711 ની વસુલાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...