તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરડો:જામનગરમાં કોરોનાના 124 કેસ, 10 મોત

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં શહેરમાં 70, જિલ્લામાં 54 લોકો મહામારીની ઝપટે ચડયા, 70 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ
  • મૃત્યુદરનો ગ્રાફ ઉંચે ચડયો: સંક્રમણે માઝા મૂકતા સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીથી અડધા ખાટલા ભરાઇ ગયા

જામનગરમાં બેલગામ કોરોનાએ સદી ફટકારતા 124 કેસ નોંધાયા છે તો 10 દર્દીના મોત નિપજયા છે. 24 કલાકમાં શહેરમાં 70, જિલ્લામાં 54 લોકો મહામારીની ઝપટે ચડયા છે. જયારે 70 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. મૃત્યુદરનો ગ્રાફ ઉંચે ચડયો છે. સંક્રમણે માઝા મૂકતા સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીથી અડધા ખાટલા ભરાઇ ગયા છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના બેકાબૂ બનતા પોઝિટિવ કેસમાં જેટગતિએ ઉછાળો આવ્યો છે. સોમવારે શહેરમાં 70 અને જિલ્લામાં 54 મળી કુલ 124 કેસ નોંધાયા હતાં. જયારે જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં રવિવારે રાત્રીથી સોમવારે સાંજ સુધીમાં 10 દર્દીના મોત નિપજયા હતાં. સંક્રમણ વધતા પોઝિટિવ કેસની સાથે મૃત્યુદરનું પ્રમાણ પણ વધ્યું છે જે ચિંતાજનક બાબત છે. સોમવારે શહેરમાં 40 અને જિલ્લામાં 30 મળી કુલ 70 દર્દીએ મહામારીને હરાવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં. શહેરમાં કોરોનાએ માઝા મૂકી હોવા છતાં ઠેર-ઠેર ચા, નાસ્તા સહિતની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, બાગ-બગીચામાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

જામનગર મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પર ટેસ્ટમાં 9 વ્યકિત પોઝિટિવ
જામનગરમાં કોરોનાની રફતાર વધતા મહાનગરપાલિકાના મુખ્ય દરવાજા પાસે કોરોનાલક્ષી ટેસ્ટ માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં મહાપાલિકામાં આવનારા લોકોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. સોમવારે મહાનગરપાલિકા કચેરીમાં કામ સબબ આવનારાઓનું ટેસ્ટીંગ કરવામાં આવતા 9 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અંદર જતા અટકાવાયા હતાં અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 53,048 લોકોએ રસી લીધી
જામનગરમાં કોરોનાના કેસમાં વધારા સાથે રસીકરણ ઝુંબેશ પણ ઝડપી બની છે. શહેરમાં સોમવાર સુધીમાં કુલ 53048 લોકોએ કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જે પૈકી કુલ 7283 લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. શહેરમાં 27 અને જિલ્લામાં 265 સ્થળો પર રસીકરણની કામગીરી
ચાલી રહી છે.

જિલ્લા કલેકટરની ગંભીર ચેતવણી : 1232 બેડમાંથી અડધી પથારી ભરાઇ ગઇ છે
જામનગરમાં કોરોનાના કેસ તેજગતિથી વધી રહ્યા છે. જેના કારણે જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં 1232 બેડમાંથી અડધી પથારી દર્દીઓથી ભરાઇ ગઇ છે. કોરોનાની કપરી સ્થિતિમાં કોવિડ ગાઇડલાઇન એટલે કે, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન અનિવાર્ય છે. તદઉપરાંત બિનજરૂરી ધરની બહાર નીકળવાનું ટાળો અને શકય હોય તો ઘેરથી કામ કરો.> રવિશંકર શ્રીવાસ્તવ, જામનગર જિલ્લા કલેકટર

​​​​​​​રૂા. 56,800 દંડ | શહેરમાં એક જ દિ’ માં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ભંગના 95 કેસ
જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા રહીને રહીને તંત્ર જાગ્યું છે. મહાનગરપાલિકા દ્રારા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ નિયમોની કડક અમલવારી માટે 6 ટુકડીની રચના કરી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સોમવારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી માસ્કના 28 અને સોશિયલ ડિસ્ટન્સ ભંગના 67 કેસ કરી રૂ.56800 ના દંડની વસૂલાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, મહાનગરપાલિકાએ ગત તા.22 માર્ચથી કોરોના ગાઇડલાઇનના નિયમોની કડક અમલવારી માટે ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત 5 એપ્રિલ સુધીમાં માસ્કના 184 કેસ કરી રૂ.184500 અને સોશિયલ ડિસ્ટન્સ ભંગના 405 કેસ કરી રૂ.145800 મળી કુલ 589 કેસ કરી રૂ.330300 ના દંડની વસૂલાત કરી છે.

દ્વારકાના પૂર્વ ધારાસભ્ય સંક્રમિત થયા
દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેક સોમવારે કોરોનાથી સંક્રમીત થયા છે. આથી તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો રિપોર્ટ કરાવી લેવા જણાવ્યું છે. જેથી અન્ય કોઇને કોરોના સંક્રમણનો ભોગ બનવું પડે નહીં. તેઓ પોતાના ઘરે હોમ ક્વોરોનટાઇન થયા છે.

3 વકીલ પણ કોરોનાની ઝપટમાં, ત્રણે-ત્રણ વકીલો સારવાર હેઠળ !
જામનગરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બનતા કેસ રોકેટ ગતિએ વધ્યા છે. સોમવારે શહેરમાં કેસનો આંકડો વધીને 70 પર પહોંચ્યો છે. આ સ્થિતિમાં શહેરમાં ત્રણ વકીલ પણ કોરોનાની ઝપટમાં આવતા સંક્રમિત થયા છે. કોરોનાગ્રસ્ત ત્રણેય વકીલ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો