જામનગરથી સૂકા રાશનની 1200 કીટ ઉનાના અસરગ્રસ્તો માટે મોકલવામાં આવી હતી. રામચંદ્ર મિશન, હાર્ટફુલનેશ ઇન્સ્ટીટ્યુટ અને કરવેરા સલાહકારો દ્વારા તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ગુજરાત પોલીસની પ્રેરણા અને સહયોગથી સૂકા રાશનની કીટની વહેચણી કરવામાં આવી હતી.
તાઉતે વાવાઝોડાને કારણે ઉનામાં પારાવાર નુકસાન થયું છે. આથી વાવાઝોડાના અસરગ્રસ્તોને રામચંદ્ર મિશન અને હાર્ટફુલનેશ ઇન્સ્ટીટયુટ દ્વારા સૂકા રાશનની 1200 કીટની વહેંચણી કરવામાં આવી હતી. કીટમાં 15 કીલો રાશન પેક કરી ગીર સોમનાથ ખાતે પોલીસના સહયોગથી સોશિયલ ડિસ્ટન્સ સાથે વહેંચણી કરવામાં આવી હતી. જામનગર ગ્રેઇન માર્કેટના જથ્થાબંધ વેપારી મનોજ અમલાણી દ્વારા કીટ બનાવામાં આવી હતી.
કીટમાં અઢી કીલો ખીચડી, 5 કીલો ઘઉંનો લોટ, 1 કીલો ગોળ, મીઠું અને ડુંગળી, અડધો કિલો ખાંડ, 2 કિલો બટેટા, મીણબતી અને બાકસનું પેકેટ, અડધો લીટર તેલ, મરચું, હળદર અને તેલનો સમાવેશ થાય છે. બાળકોને નમકીનના તૈયાર 2400 પેકેટ આપવામાં આવ્યા હતાં. રાશનકીટ જામનગરથી પોલીસના સહયોગથી ઉના મોકલવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.