તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સીદસર ગામે વોંકળામાં જુગાર રમતા 12 ઝબ્બે

જામનગર6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂ.60,490ની રોકડ સહિતની મત્તા કબજે

જામજોધપુર તાલુકાના સીદસર ગામે પોલીસે વોંકળાના ખુલ્લા પટમાં જુગાર રમતા બાર શખ્સોને પકડી પાડી રૂ.60,490ની રોકડ સહિતની માલમતા કબજે કરી હતી.તમામ સામે જુગારધારા અને જાહેરનામા ભંગનો પોલીસે ગુનો નોંધ્યો હતો.

જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં સ્થાનિક પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા પોલીસ ટુકડીને સીદસર ગામે વોકંળાના ખુલ્લા મેદાનમાં એકત્ર થઇ અમુક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસ ટીમ ત્વરીત ધસી જતા બારેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે કેતન કાંતીભાઇ ઘોડાસરા, કિરણ લાલજીભાઇ સિણોજીયા, રવિ ઉર્ફે મદન કાંતીભાઇ ખાંટ, ભોગલાલ ઉર્ફે ભોગીદાસ કાળાભાઇ વાછાણી, હાર્દિક રમેશભાઇ કનેરીયા, ધવલ ઉર્ફે કાનો કિશોરભાઇ ખાંટ,પ્રદિપ રમણીકભાઇ બળોચીયા, તૌફિક હુશેનભાઇ મકરાણી, ઇમરાન સલીમભાઇ રાવકરડા, વિપુલ કાંતિભાઇ ઘોડાસરા, મુકેશ રધુનાથભાઇ મણવર અને અશ્વીન કાંતીભાઇ ભાયાણીને પકડી પાડી રૂ.60,490ની રોકડ સહિતની માલમતા કબજે કરી હતી.પોલીસે તમામ સામે જુગારધારા અને જાહેરનામા ભંગ મામલે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો