કોરોના અપડેટ:2 આરોગ્ય કર્મચારી, ઇજનેર સહિત 12 સંક્રમિત, 19 દર્દી કોરોના મુકત, 64 દર્દી હોમ આઇસોલેશનમાં

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રામ્યમાં આંબલા અને રાવલસરમાં એક-એક પોઝિટિવ કેસ

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ યથાવત રહ્યા છે. શહેરમાં મંગળવારે બે આરોગ્ય કર્મચારી, એક ઈજનેર મળી કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં આંબલા અને રાવલસર ગામમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. તમામ દર્દીના પરીવારજનોના સેમ્પલ લેવામાં આવ્યા છે.જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં અને મેડીકલ કોલેજ કેમ્પસમાં રહેતા આરોગ્ય કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. ગુલાબનગર વિસ્તારમાં રહેતા 32 વર્ષના ઈજનેર પણ કોરોના સંક્રમિત બન્યા છે. શહેર વિસ્તારમાં 587 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા.

જેમાંથી 12 વ્યક્તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા હતા. જ્યારે 19 દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતાં. 64 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. શહેર પછી ગ્રામ્ય વિસ્તારમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર તાલુકાના અંબાલાગામમાં 30 વર્ષના મહિલા અને રાવલસર ગામના 46 વર્ષીય પુરૂષના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.

બંનેને હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તેઓના રહેઠાણ વિસ્તારમાં આરોગ્ય વિષયક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 885 વ્યક્તિઓના કોરોનાલક્ષી પરીક્ષણ કરાયા હતાં. જેમાંથી બે વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. બે દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં 19 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

અન્ય સમાચારો પણ છે...