• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • 118 Elements Of The Chemical Field In The Table Made By The Student Of The City, Information About The History Of Pressing A Button.

જામનગરની વિદ્યાર્થિનીની અનોખી સિદ્ધિ:છાત્રાએ બનાવેલા ટેબલમાં રસાયણક્ષેત્રના 118 તત્વો, બટન દબાવતા ઇતિહાસની મળતી માહિતી

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફલક પાબારીએ રૂ. 2 લાખના ખર્ચે ગુજરાતનું ઈન્ટરેક્ટિવ પિરિઓડિક ટેબલ ડિઝાઈન કર્યું

જામનગરમાં શરૂ સેકશન રોડ પાસે રહેતી અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફલક વિનોદભાઈ પાબારીએ વડોદરાના બે એન્જિનિયર સાથે મળીને રૂ. 2 લાખના ખર્ચે ગુજરાત રાજ્યનું પ્રથમ ઈન્ટરેક્ટિવ પિરિઓડિક ટેબલ ડિઝાઈન કર્યું છે. વિદ્યાર્થીઓનો વિજ્ઞાન પ્રત્યેનો સર્જનાત્મક દ્રષ્ટિકોણ ખીલે તથા રસાયણવિજ્ઞાનક્ષેત્રે વિદ્યાર્થીઓને વધુ રસ પડે તે હેતુથી આ ટેબલ બનાવ્યાનું તેણીએ જણાવ્યું હતું. આ ટેબલ વડોદરાના 2 એંજિનિયર સાથે મળીને 1 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ટેબલ વિશેષતા એ છે કે તેમાં રસાયણવિજ્ઞાનક્ષેત્રે શોધાયેલા અત્યાર સુધીના તમામ 118 તત્વોને ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત આ તત્વનો ઉપયોગ રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં થાય છે તેના નમુના પણ રાખવામાં આવ્યા છે. આ ટેબલની ખાસિયત એ છે કે તેમાં દર્શાવેલ તમામ તત્વોનો ઇતિહાસ તેમજ તેના ઉપયોગો માત્ર એક બટન દબાવતા જાણવા મળે છે. આ ટેબલ વિજ્ઞાનમા રસ ધરાવતાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ખૂબ ઉપયોગી રહેશે.

વિદ્યાર્થીઓને રાસાયણિક વિજ્ઞાનમાં રસ પડે તે માટે ટેબલ બનાવ્યું
સામાન્ય રીતે વિજ્ઞાન ક્ષેત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાસાયણિક વિજ્ઞાનમાં ઓછો રસ હોય છે. આથી વિદ્યાર્થીઓનો રસ વધે તે હેતુથી 10 બાય 5 સાઇઝનું ઈંટરેક્ટિવ પિરિઓડિક ટેબલ બનાવ્યું છે. જેમાં એક બટન દબાવવાથી રસાયણવિજ્ઞાનક્ષેત્રે શોધાયેલા તમામ તત્વોની માહિતી મળી જશે. જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે.> ફલક પાબારી, વિધાર્થીની, જામનગર.

અન્ય સમાચારો પણ છે...