તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન એક્સપ્રેસ:જામનગરથી અત્યાર સુધીમાં 11 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડી, રિલાયન્સ દ્વારા 1093 ટન ઓક્સિજન અલગ અલગ રાજ્યોમાં મોકલાયો

જામનગર3 મહિનો પહેલા
  • ઓક્સિજનની અછતને પહોંચી વળતા ટ્રેન્ મારફત કરાઈ રહ્યું છે પરિવહન

હાલ કોરોનાની મહામારી સમગ્ર દેશ માં ચાલી રહી છે ત્યારે દેશમાં વિવિધ રાજ્યો અને શહેરોમાં કોરોનાની મહામારી ના કારણે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન ની અછત સર્જાઈ છે. ત્યારે આ અછતને પહોંચી વળવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર તેમજ પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ રાજ્યોના પ્રમુખ શહેરો અને ઓક્સિજનની સ્પેશયલ ટ્રેનો હાપા ખાતેથી મોકલવામાં આવી રહી છે.ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા રવિવારે ઓક્સિજન ટેન્કરો સાથે 11મી વખત ટ્રેનો દ્વારા ઓક્સિજન ટેન્કર પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે.

રવિવારે રાજકોટ મંડળ દ્વારા હાપા થી દિલ્હી સુધી 11 ઓક્સિજન ટેન્કર સાથે માલગાડી દોડાવવામાં આવી છે જે બપોરના 3 કલાકે રવાના કરવામાં આવી હતી.જેમાં લિકવિડ ઓક્સિજન ટેન્કર માં કુલ 224.67 લિક્વિડ મેડિકલ ઓક્સિજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા જામનગર થી મોકલવામાં આવેલ છે.

જે દેશના વિવિધ રાજ્યોમાં 1105 કિલોમીટર દૂર થશે જેમાં ઓક્સિજન ટેન્કરો ની સપ્લાય કરવામાં આવશે. જયારે ઓક્સિજન દેશના અલગ-અલગ રાજ્યોમાં જશે જેમાં ઉત્તર પ્રદેશ હરિયાણા દિલ્હી અને આજુબાજુ ના વિસ્તારોમાં કોવિડ કેર હોસ્પિટલમાં દર્દીઓને સારવારમાં ઉપયોગ કરવામાં આવશે.

જ્યારે ઉલ્લેખનીય છે કે જામનગર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અત્યાર સુધીમાં 11 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન કુલ 1093.25 ટન લિક્વિડ ઓક્સિજન દેશના વિવિધ પ્રમુખ શહેરોમાં મોકલવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...