હાલાકી:જામનગરના આદર્શ સ્મશાનમાં ફૂટ 11 પાણી ભરાતાં સ્મશાન બંધ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાનના કર્મચારી સહિત એક મહિલાનો બચાવ
  • સ્મશાન નજીક પાણી ભરાતા ગાંધીનગરનું સ્મશાન બંધ

જામનગરમાં મુશળધાર વરસાદના પગલે જામનગરનું મુખ્ય સ્મશાન ગણાતું આદર્શ સ્મશાનમાં 11 ફૂટ પાણી ભરાતા બંધ રહ્યું હતું. જ્યારે ગાંધીનગર સ્મશાન નજીક પાણીનો ભરાવો થવાથી ગાંધીનગર ખાતે ગાંધીનગરનું સ્મશાન બંધ રહ્યું હતું.

શહેરમાં રંગમતી નાગમતી નદી નજીક આવેલા આદર્શ સ્મશાનમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નદીનું પાણી સ્મશાનમાં 11 ફૂટ જેટલું પાણી ભરયું હતું. જેને પગલે સ્મશાનના કર્મચારીઓ સહિત મૃત દેહને અગ્નિદાહ દેવા આવેલા લોકોના પરિવારજનો ફસાયા હતા જેની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા રસકે ઓપરેશન હાથ ધરી એક મહિલા સહિત સ્મશાનના કર્મચારીઓને સ્મશાન નજીક પાછળના સ્વામિનારાયણ વિસ્તારમાંથી બહાર કઢાયા હતાં. શહેરનું અન્ય ગાંધીનગર સ્મશાની નજીક પાણીનો ભરાવો થતા ગાંધીનગર વિસ્તારમાં સ્મશાન પણ બંધ રહ્યું હતું.

વહિવટી તંત્રના ઇમરજન્સી નંબર બંધ
જામનગરમાં રવિવાર બપોર બાદથી જ મેઘરાજાની કડાકા-ભડાકા સાથે તોફાની બેટિંગ થતા ફાયર બ્રિગેડના ઈમરજન્સી લેન્ડલાઈન નંબર 2672208, અને કંટ્રોલ ડિઝાસ્ટરનો ઈમરજન્સી લેન્ડલાઈન નંબર 2553404 વીજળી પડવાને કારણે બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...