તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:જામનગર-જોડિયામાં જુગાર રમતા 11 શખસો ઝડપાયા, લાઇટના અજવાળે ઘોડીપાસા-તીનપતીનો જુગાર ચાલતો હતાે

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27,860ની રાેકડ કબજે : જાહેરનામા ભંગનો ગુનો પણ નોંધાયો

જામનગર શહેર અને જોડિયામાં જુગાર રમતા 11 શખસોને પોલીસે 27 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાે દાખલ કરવામાં આવ્યો છે. જામનગર શહેરના મોટા આશાપુરા મંદીર પાછળ ફકીર વાડામાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજાવાળે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા સીદીક ઉર્ફે હમલો મામદ ચગદા, નુરમામદ હાજી ગજીયા, આસીફસા મહમદસા બાનવા, અબ્બાસ ઉર્ફે અબ્બો જુમ્માભાઇ ગજીયા, સિકદર ઇકબાલ પઠાણ અને ઇસાક ઉર્ફે ઇસો આમદ જખરાને પોલીસે રોકડ રૂપિયા 24,400 તથા બે નંગ ઘોડીપાસા સાથે પકડી પાડી જુગાર ધારા મુજબ ગુનો નોંધ્યો છે.

બીજા બનાવમાં જોડિયા મોટાવાસ દુબલસા પીરની દરગાહની બાજુમાં ખુલ્લા મેદાનમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમી રહેલા સબીર સીદીક પલેજા, સુલ્તાન વેરશી ગાધ, હુશેન ઇસાક બુચડ, મામદ હાસમ સુમારીયા અને નવાઝ સુલતાન નોતીયારને પોલીસે રાેકડ રૂા. 3460 સાથે પકડી જુગારધારા તથા જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટક કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો