કાર્યવાહી:જામનગરમાં મકાનમાંથી દારૂના 108 ચપલા મળ્યા !, દારૂ કબજે, મકાનધારકની અટકાયત

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જામનગરના પવનચકકી રોડ પર નહેરના કાંઠા વિસ્તારમાં પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગલીશ દારૂના 108 ચપલા સાથે એક શખસને પકડી પાડયો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી મકાન ધારક શખસ સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના પવનચકકી રોડ પર ન્યુ સ્કુલ પાછળ નહેરના કાંઠે એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી પરથી સીટી એ પોલીસે ચિરાગ મહેન્દ્રભાઇ સેજપાલના મકાનમાં દરોડો પાડયો હતો જે દરોડા વેળા પોલીસે તલાશી લેતા અંદરથી ઈંગ્લીશ દારૂના 108 ચપલા મળી આવ્યા હતા.આથી પોલીસે રૂ.5,400ની કિંમતનો દારૂ કબજે કરી મકાનધારક ચિરાગ સેજપાલની અટક કરી હતી. પોલીસે દારૂ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...