ધરપકડ:જામનગરનો રહીશ મોરકંડામાંથી 108 બોટલ અંગ્રેજી દારૂ ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિમાન્ડની તજવીજ : નાગનાથ ગેઇટ પાસે 15 બોટલ દારૂ સાથે1 ઝબ્બે

જામનગર તાલુકાના મોરકંડા ગામે એલસીબી પોલીસે દરોડો પાડી એક શખ્સને 108 બોટલ દારૂ સાથે પકડી પાડયા છે. રૂા.43 હજારની કિંમતો દારૂ કબ્જે કરી જામનગર રહેતા એક શખ્સની ધરપકડ કરી છે. જયારે મોરકંડા ગામના શખ્સની સંડોવણી ખુલતા તેને ફરાર જાહેર કરાયો છે.

જામનગર નજીકના મોરકંડા ગામે એલસીબી પોલીસે સોમવાર રાત્રીના દારૂ સંબંધીત દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં હુડકોમાં રહેતા સાગર ઉર્ફે ધમભા મહાકાલ જયસુખભાઇ કુંવરીયા નામના શખ્સને પોલીસે આંતરી લીધો હતો. આ શખ્સના કબ્જામાંથી રૂા.43,200ની કિંમતનો 108 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સાગર ઉર્ફે ધમભાની ધરપકડ કરી હતી અને પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં મોરકંડા ગામે રહેતા જયેશ ઉમેશભાઇ દેગામા નામના શખ્સની સંડોવણી ખુલવા પામી હતી.

પોલીસે આ શખ્સને ફરાર જાહેર કરી બન્ને સામે પ્રોહિબિશન ધારાઓ મુજબ ફરિયાદ નોંધી હતી. આ વિદેશી દારૂ કયાંથી આવ્યો છે અને અન્ય વધુ કેટલા શખ્સો સંડોવાયા છે તેમજ કેટલો જથ્થો ઉતારવામાં આવ્યો હતો તેનો તાગ મેળવવા માટે પોલીસે ધમભાને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જયારે જામનગરમાં નાગનાથ ગેઇટ નદીપા વિસ્તારમાં રહેતા દેવેન્દ્ર મનસુખ જોગડીયા નામના શખ્સને એલસીબી પોલીસે રૂા.6 હજારની કિંમતના 15 બોટલ દારૂના જથ્થા સાથે પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...