એનડીઆરએફ ટીમ તૈનાત:જામનગર જિલ્લામાં ભારે વરસાદથી 1038 લોકોનું સ્થળાંતર, 76 વ્યક્તિને બોટથી સલામત સ્થળે ખસેડાયા

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલના નથુવડલામાં ફસાયેલા સહિત જિલ્લામાં 76 વ્યક્તિઓનું રેસ્કયુ - Divya Bhaskar
ધ્રોલના નથુવડલામાં ફસાયેલા સહિત જિલ્લામાં 76 વ્યક્તિઓનું રેસ્કયુ
  • છેલ્લા 3 દિવસથી હાલાર પંથકમાં અવિરત મેઘવર્ષાના પગલે ક્યાંક લહેર તો ક્યાંક કહેરના દૃશ્યો સર્જાયા

જામનગર જિલ્લામાં બે દિવસથી અવિરત સચરાચાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાતી ઠરતા ભારે વરસાદના લીધે ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.જામનગર જિલ્લામાં મંગળવારે 4 થી 12 ઇંચ સુધીનો વરસાદ વરસતા કુલ 1038 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું હતું.તેમજ 76 વ્યક્તિઓને રેસક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. પુષ્કળ વરસાદથી અનેક ડેમ છલકાયા છે. ભારે વરસાદની સ્થિતિમાં જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો ફસાયા હતા જેમને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા.નીચાણવાળા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.કાલાવડ તાલુકાના નિકાવામાં તંત્ર દ્વારા ૬૫ વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.કાલાવાડ શહેરમાં મ્યુનિસિપલ હાઇસ્કુલમાં ૩૦ વ્યક્તિઓને સ્થળાંતરિત કરાયા હતાં.કાલાવડના  નાની વાવડીમાં એક વ્યક્તિના પાણીમાં તણાવાનો સંદેશ મળતા સ્થાનિક તરવૈયાની મદદથી વહીવટીતંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ઼ હતુ઼.

વાગડીયા ગામે ૧૧ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે જામનગરના ચેલા ગામે 4૫૦ વ્યક્તિઓનું સી.ટી.સી કોલેજ ખાતે ફાયરબ્રિગેડની મદદથી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.જોડીયા ગામે ૩૦૫ વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.પુષ્કળ વરસાદ વચ્ચે એનડીઆરએફની ટીમ અને વહીવટતંત્ર સતત દોડતું રહી અનેક લોકોને સ્થળાંતરી કરાયા હતા.જામનગરના ધ્રોલ શહેરમાં નીચાણવાળા વિસ્તારમાથી 45 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતાં.તેમજ જામજોધપુરના વાંસજાળીયામાં 45 લોકોનું સ્થળાંતર કરાયું હતું.તો જામનગર શહેરમાં મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ રંગમતિ નદીના પટ્ટામાંથી 87 લોકોને પણ સલામત સ્થળે ખસેડાયા હતાં.

રેસ્કયુ કરી બચાવી લેવાયા
ધ્રાંગડામાં વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 5 વ્યક્તિને સ્થાનિક તરવૈયાર દ્વારા રેસ્કયુ કરી બચાવાયા હતાં. જોડિયાના બાદનપરમાં 9 વ્યક્તિને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતાં.જોડિયામાં 60 લોકોને એનડીઆરએફની ટીમે પુરમાંથી બચાવ્યા હતાં.તેમજ ધ્રોલના નથુવડલામાં પાણીમાં ફસાયેલ 2 ને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતાં. આમ જિલ્લામાં 76ને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...