તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જામનગરની મુખ્ય ઔદ્યોગિક તાલિમ સંસ્થામાં 188માંથી 103 જગ્યા ખાલી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂર મહેકમમાંથી ફકત 85 જગ્યા ભરાયેલી, કામગીરીને માઠી અસર
  • વર્ગ-3 અને 4ની વહીવટી સ્ટાફની ભરતી લાંબા સમયથી ન થતાં આશ્ચર્ય

જામનગરની મુખ્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં સરકાર દ્વારા કુલ 188 જગ્યાનું મેહકમ મંજૂર કરાયું છે. પરંતુ તેમાંથી 103 જગ્યા ખાલી છે. નવાઇની વાત તો એ છે કે, વર્ગ-૩ની વહીવટી સ્ટાફ માટેની ભરતી લાંબા સમયથી થઈ નથી. જયારે વર્ગ-૩ની ટેકનીકલ સ્ટાફની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, તેમ આઇટીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું.

જામનગરમાં એસટી ડેપો સામે આવેલી મુખ્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કુલ મહેકમ માટેની મંજૂર થયેલી 188 માંથી 103 જગ્યા છેલ્લાં ઘણાં સમયથી ખાલી છે. આથી હાલમાં આઇટીઆટીમાં 85 અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આઇટીઆઇમાં વર્ગ-1ની પ્રિન્સિપાલની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. જયારે વર્ગ-2 માટે સરકાર દ્વારા 3 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. પરંતુ હાલમાં આ હોદ્દા પર એક જ કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. તદઉપરાંત વર્ગ-3 માટે મંજૂર થયેલી 160 જગ્યાઓ પૈકી 78 જગ્યા ભરેલી છે. આથી 82 જગ્યા ખાલી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ગ-૩ના વહીવટી સ્ટાફ માટેની ભરતી લાંબા સમયથી કરવામાં આવી નથી. જ્યારે ટેકનિકલ સ્ટાફ માટેની ભરતીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વર્ગ-4 માટે મંજૂર થયેલી 24 જગ્યાઓ પૈકી 6 જગ્યા પર જ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. વર્ગ-4 ની 18 જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. લાંબા સમયથી ભરતી ન થતા તેની સીધી અસર તાલીમાર્થીઓના અભ્યાસની સાથે વહીવટી કામગીરી પર પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...