જામનગર માર્કેટીંગ યાર્ડ:જામનગર યાર્ડમાં 1 દિ’ માં 10248 મણ કપાસ ઠલવાયો

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરાજીમાં અજમાના ભાવ રૂ. 5775 બોલાયા

જામનગર માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં 10248 મણ કપાસ ઠલવાયો હતો. ઉંચા ભાવના કારેણ 323 ખેડૂત કપાસ વેચવા આવ્યા હતાં. હરાજીમાં 20 કીલો અજમાના ભાવ રૂ.5775 બોલાયા હતાં. જામનગર માર્કેટીંગ યાર્ડમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી કપાસની ધૂમ આવક થઇ રહી છે. ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે કપાસના પાકને નુકસાન થતાં ઉંચી ગુણવતાના કપાસની જૂજ આવક થઇ રહી છે. આથી યાર્ડમાં તાજેતરમાં કપાસના રાજયમાં સૌથી ઉંચા ભાવ બોલાયા હતાં. સોમવારે પણ 323 ખેડૂત કપાસ વેચવા આવતા 10248 મણ કપાસ ઠલવાયો હતો. જેના હરાજીમાં રૂ.1500 થી 2000 ભાવ બોલાયા હતાં. કુલ 1263 ખેડૂત આવતા 27499 મણ જણસ ઠલવાઇ હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં 20 કીલો અડદના રૂ.500-1335, તુવેરના રૂ.1000-1145, મઠના રૂ.1000-1290, ચણાના રૂ.659-895, મગફળીના રૂ.900-1251, અરેંડાના રૂ.1085-1100, તલના રૂ.1600-2255, લસણના રૂ.150-385, જીરૂના રૂ.2945-3195, અજમના રૂ.1840-5775, સૂકા મરચાના રૂ.600-3600, સોયાબીનના રૂ.1000-1200 બોલવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...