વિધાનસભા સંગ્રામ 2022:ફોર્મ તપાસણીના અંતે 102 ઉમેદવાર : હવે, તોડજોડનું રાજકારણ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ક્રિકેટ મેદાનમાં મતદાન કેમ્પેઇન. - Divya Bhaskar
જામનગરમાં ક્રિકેટ મેદાનમાં મતદાન કેમ્પેઇન.
  • ગુરૂવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય હાલારની સાતેય બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે, મોટા ભાગના ઉમેદવારો ચૂંટણી લડી લેવાના મૂડમાં
  • અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા મુખ્ય રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવશે: કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેના પર સૌની મીટ

હાલારની 7 વિધાનસભા બેઠક પર ફોર્મ તપાસણીના અંતે 102 ઉમેદવાર રહ્યા છે. ગુરૂવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ચિત્ર સ્પષ્ટ થશે. મોટા ભાગના ઉમેદવારો ચૂંટણી લડી લેવાના મૂડમાં છે. આથી તોડજોડનું રાજકારણ શરૂ થયું છે. અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા મુખ્ય રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવશે. ગુરૂવારે કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તેના પર સૌની મીટ મંડાઇ છે.

હાલારની 7 વિધાનસભા બેઠક માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની મંગળવારે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેર-જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે 73 ઉમેદવાર માન્ય રહ્યા છે. જેમાં કાલાવડ બેઠક પર 16 ફોર્મમાંથી 10 ફોર્મ રીજેકટ થતાં 6, જામનગર ગ્રામ્ય બેઠક પર 31 માંથી 19 રીજેકટ થતાં 12, જામનગર ઉતર બેઠક પર 41 માંથી 19 રીજેકટ થતાં 22, જામનગર દક્ષીણ બેઠક માટે 33 માંથી 12 રીજેકટ થતાં 21 અને જામજોઘપુર બેઠક પર 24 માંથી 12 રીજેકટ થતાં 12 માન્ય ઉમેદવાર રહ્યા છે. દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં બંને બેઠક પર સ્કુટીનીના અંતે 29 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે.

ખંભાળિયાની બેઠક પર સાત ફોર્મ રિજેક્ટ થતા હવે 14 ઉમેદવાર રહ્યા છે. જ્યારે દ્વારકાની બેઠક પર બે ફોર્મ રિજેક્ટ થતા 15 ઉમેદવાર રહ્યા છે.જો કે ફોર્મ પરત ખેંચવાની મુદત હજુ બાકી છે. 17 મી એ ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થશે. ચિત્ર સ્પષ્ટ નહી થાય ત્યાં સુધી હાલારમાં અટકળોનાે દોર અવિરત રહેશે.

વિધાનસભા બેઠક પર ચકાસણીના અંતે ફોર્મની સ્થિતિ

બેઠકરજૂ ફોર્મમાન્ય ઉમેદવાર
76-કાલાવડ166
77-જામનગર ગ્રામ્ય31--
78-જામનગર ઉતર4122
79-જામનગર દક્ષિણ3321
80-જામજોધપુર2412
81-ખંભાળિયા2114
82-દ્વારકા1715

​​​​​​​આજે કતલની રાત, ગુરૂવારે ફોર્મ પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થશે
હાલારની 7 બેઠક માટે ફોર્મ ભરવાનો રાફડો ફાટ્યો છે. ગુરૂવારે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. આથી મુખ્ય રાજકીય પક્ષો અપક્ષ તેમજ અન્ય પાર્ટીના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે તે માટે એડી ચોટીનું જોર લગાવશે. બુધવારની રાત્રી કતલની રાત રહેશે, આથી ગુરૂવારે ચિત્ર સ્પષ્ટ થશે.

જામનગરની પાંચ બેઠક માટે 439 ફોર્મ ઉપડ્યા હતા
જામનગર શહેર-જિલ્લાની વિધાનસભાની બેઠકની ચૂંટણીનું જાહેરનામું 5 નવેમ્બરના જાહેર થયું હતું. ત્યારથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. 14 નવેમ્બર સુધીમાં પાંચ બેઠક માટે કુલ 439 ફોર્મ ઉપડયા હતાં. જેમાં કાલાવડ બેઠક માટે 42, જામનગર ગ્રામ્યમાં 121, જામગનર ઉતરમાં 100, જામનગર દક્ષિણમાં 109 અને જામજોધપુર બેઠક માટે 67 ફોર્મનો ઉપાડ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...